ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : બહિયલ આગજની અને તોડફોડ : 66 આરોપીઓ ઝડપાયા, 5 રિમાન્ડ પર

Gandhinagar : બહિયલ જૂથ અથડામણ કેસ, 5 મુખ્ય આરોપીઓ રિમાન્ડ પર, પોલીસે 61ને જેલમાં મોકલ્યા
09:13 PM Sep 26, 2025 IST | Mujahid Tunvar
Gandhinagar : બહિયલ જૂથ અથડામણ કેસ, 5 મુખ્ય આરોપીઓ રિમાન્ડ પર, પોલીસે 61ને જેલમાં મોકલ્યા

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ( Gandhinagar ) દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણના મામલે પોલીસે કુલ 66 આરોપીઓની ધરપકડ કરી છે. આ પૈકી 5 આરોપીઓ રિયાઝ કુરેશી, સિદ્દીક રાઠોડ, શરીફ પરમાર, ઈરફાન કુરેશી અને શાહનવાઝ રાઠોડને કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે, જ્યારે બાકીના 61 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. રિમાન્ડ પર મોકલાયેલા આરોપીઓ આગજની, તોડફોડ અને પથ્થરમારાની ઘટનાના મુખ્ય આરોપીઓ હોવાનું મનાય છે.

દહેગામના બહિયલ ગામમાં બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ હિંસક અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો, તોડફોડ અને આગજનીની ઘટનાઓ બની હતી. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉગમણા ઠાકોર વાસ પાસેના હોળી ચકલા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ અને ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. વિસ્તારમાં હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Jamnagar : એમ.પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

Gandhinagar : પોલીસ અને કોર્ટની કાર્યવાહી

દહેગામ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક 66 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પૈકી 5 આરોપીઓ રિયાઝ કુરેશી, સિદ્દીક રાઠોડ, શરીફ પરમાર, ઈરફાન કુરેશી અને શાહનવાઝ રાઠોડને પોલીસે મુખ્ય આરોપી તરીકે ગણીને 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે કોર્ટે મંજૂર કરી. આ આરોપીઓ પર આગજની, તોડફોડ અને પથ્થરમારાના આરોપો છે. પોલીસ તેમની પૂછપરછ દ્વારા ઘટનાના મૂળ કારણો અને અન્ય સંડોવાયેલા લોકોની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બાકીના 61 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

બહિયલ ગામના રહેવાસીઓએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોએ જણાવ્યું કે, “સામાન્ય બાબતો પણ હવે હિંસક અથડામણમાં પરિણમે છે, જે ગામના શાંતિપૂર્ણ માહોલને ખરડે છે.” ગ્રામજનોએ પોલીસને વિનંતી કરી છે કે વિસ્તારમાં કાયમી બંદોબસ્ત ગોઠવવામાં આવે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં લેવામાં આવે. ગામમાં ઠેર-ઠેર કચરાના ઢગલા અને રોગચાળાની ભીતિને લઈને પણ સ્થાનિકોમાં રોષ છે, જે આવા તણાવને વધારી શકે છે.

આ પણ વાંચો- Morbi : પાનેલી ગામ પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત

Tags :
#BahialVillageClashDahegamGandhinagarGujaratFirstpoliceaction
Next Article