Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bajaj Chetak EV Protest : છેતરાયેલા ગ્રાહકે જાહેરમાં કંપનીની આબરૂ કાઢી !

Bajaj Chetak EV Protest, અનોખી રીતે ગ્રાહકે ગુસ્સો જાહેર કર્યો છે, રાહુલ પાંડે કહે છે કે, સ્કૂટર ખરીદ્યા પછી તરત જ તેમાં વારંવાર ખામી સર્જાવા લાગી હતી. ચાલતી વખતે સ્કૂટર અચાનક બંધ થઈ જતું હતું. તેઓ આ સમસ્યાને "વાયરસ આવવા" તરીકે વર્ણવે છે, કારણ કે, સ્કૂટર ચેતવણી આપ્યા વિના અટકી જતું હતું. ઘણી વખત સ્કૂટરને ટેમ્પોમાં ભરીને લઈ જવું પડતું હતું.
bajaj chetak ev protest   છેતરાયેલા ગ્રાહકે જાહેરમાં કંપનીની આબરૂ કાઢી
Advertisement
  • Bajaj Chetak EV Protest, અનોખી રીતે ગ્રાહકે ગુસ્સો જાહેર કર્યો
  • રૂ. 1.10 લાખની કિંમતનું ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદ્યા બાદ સતત સમસ્યા
  • કચરાપેટીનું બોર્ડ મારીને સ્કુટરને આખા શહેરમાં ફેરવ્યું, લોકસમર્થન મળ્યું

Bajaj Chetak EV Protest : ઇલેક્ટ્રિક વાહનો ભવિષ્યનું સાધન કહેવાય છે, પરંતુ જ્યારે તે જ વાહનો વારંવાર નિષ્ફળ જવા લાગે છે, ત્યારે ગ્રાહકોની ધીરજ ચોક્કસ તૂટી જાય છે. મધ્યપ્રદેશના સતના જિલ્લામાં (MP - Satna) પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બજાજ ચેતક EV સ્કૂટરથી નારાજ એક યુવકે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેણે પોતાના સ્કૂટરને 'કચરાપેટી'માં ફેરવી દીધું, અને તેને બજારમાં લઈ ગયો, જેથી લોકો તેનું દુઃખ સમજી શકે. હવે આ વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Bajaj Chetak EV Protest, શરૂઆતથી વિપરીત અનુભવ

આ ઘટના સતના જિલ્લાના બિરસિંહપુર વિસ્તારમાં બની હતી. અહીં રહેતા રાહુલ પાંડેએ લગભગ 14 મહિના પહેલા લગભગ રૂ. 1.10 લાખ ખર્ચીને બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યું હતું. રાહુલને આશા હતી કે, આ સ્કૂટર તેને પેટ્રોલના ખર્ચમાંથી બચાવશે, અને મુશ્કેલી વિના ચાલશે, પરંતુ તેનો અનુભવ શરૂઆતથી જ વિપરીત રહ્યો હતો.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Bluebuck Antelope : લુપ્ત થયેલી પ્રજાતિને ફરી જીવંત કરાશે, વિજ્ઞાનના ભરોસે કંપની

Bajaj Chetak EV Protest, ટેમ્પોમાં ભરીને લઇ જવું પડતું

રાહુલ પાંડે કહે છે કે, સ્કૂટર ખરીદ્યા પછી તરત જ તેમાં વારંવાર ખામી સર્જાવા લાગી હતી. ચાલતી વખતે સ્કૂટર અચાનક બંધ થઈ જતું હતું. તેઓ આ સમસ્યાને "વાયરસ આવવા" તરીકે વર્ણવે છે, કારણ કે, સ્કૂટર ચેતવણી આપ્યા વિના અટકી જતું હતું. ઘણી વખત પરિસ્થિતિ એવી બની કે, સ્કૂટરને ટેમ્પોમાં ભરીને એજન્સીમાં લઈ જવું પડતું હતું.

ગુસ્સો વધી ગયો

રાહુલના કહેવા મુજબ, તેણે તાજેતરમાં જ ફરી એકવાર સ્કૂટરની સર્વિસ કરાવી હતી. પરંતુ સર્વિસ સેન્ટરથી પાછા ફરતી વખતે, સ્કૂટર ફરીથી બંધ થઈ ગયું હતું. આ ઘટનાએ તેને સંપૂર્ણપણે નિરાશ કરી દીધો હતો. વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન મળવાથી તેનો ગુસ્સો વધી ગયો હતો.

કચરાપેટી લખેલું સ્ટીકર માર્યું

સતત મુશ્કેલીથી કંટાળીને, રાહુલ પાંડે અને તેના નાના ભાઈ રોહિત પાંડેએ વિરોધનો એક અલગ રસ્તો પસંદ કર્યો હતો. તેઓએ સ્કૂટરને એક વાહન પર મૂક્યું, અને તેના પર મોટા અક્ષરોમાં "કચરાપેટી" લખેલું પોસ્ટર ચોંટાડ્યું હતું. આ પછી તેણે આ વાહનને બિરસિંહપુર બજારમાં ફરવાનું શરૂ કર્યું હતું.

લોકોનું સમર્થન મળ્યું

એટલું જ નહીં, બંને ભાઈઓએ બજારમાં લોકોને આ કચરાપેટીમાં કચરો નાખવાની અપીલ કરી હતી. ઉપરાંત, તેમણે લોકોને ચેતવણી આપી હતી કે, ભૂલથી પણ આ સ્કૂટર ખરીદતા નહીં. ઘણા લોકોએ તેમના વિરોધ પ્રદર્શનને ટેકો આપતા તેમાં કચરો ફેંક્યો, જેના કારણે આ પ્રદર્શન વધુ ચર્ચામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Auto Tips : તપતી ગરમીમાં CNG કાર ચાલકો માટે આ જાણકારી દુર્ઘટના અટકાવશે !

Tags :
Advertisement

.

×