Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Nepal માં પૂર્વ PM કેપી શર્મા ઓલીની હાર, બાલેન શાહની ઐતિહાસિક જીત

નેપાળના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. એક તરફ જનતાએ એવા નેતાને જાકારો આપ્યો છે જેઓ વડાપ્રધાન પદ શોભાવી ચૂક્યા છે, તો બીજી તરફ નવી પેઢીના નેતાએ રેકોર્ડબ્રેક મતોથી સત્તાના દ્વાર ખટખટાવ્યા છે. જોકે, આ ભવ્ય વિજય પછી પણ વિજેતા પક્ષે ઉત્સવ મનાવવાને બદલે જે ગંભીર નિર્ણય લીધો છે તે દરેક રાજકીય પક્ષ માટે એક મોટો બોધપાઠ છે.
nepal માં પૂર્વ pm કેપી શર્મા ઓલીની હાર  બાલેન શાહની ઐતિહાસિક જીત
Advertisement
  • Nepal માં બાલેન શાહની ઐતિહાસિક જીત: પૂર્વ PM ઓલીની હાર
  • નેપાળના ઝાપા-5 માં બાલેન શાહનો ભવ્ય વિજય
  • પૂર્વ PM કેપી શર્મા ઓલીને 50,000 મતોથી હરાવ્યા
  • વિજય બાદ જુલૂસ કે ઉત્સવ મનાવવા પર પ્રતિબંધ
  • યુવાનોના બલિદાનને યાદ કરી પાર્ટીએ લીધો નિર્ણય
  • દેખાડો છોડી જનતાની સેવામાં જોતરાવા નેતાઓનો આદેશ

નેપાળ સામાન્ય ચૂંટણી (Nepal General Elections 2026) માં એક મોટો રાજકીય ફેરફાર આવ્યો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (Rashtriya Swatantra Party) ના નેતા અને વડાપ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહ (Balen Shah) એ ઝાપા જિલ્લાના નિર્વાચન ક્ષેત્ર-5 માંથી ભવ્ય વિજય મેળવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમણે નેપાળના કદાવર નેતા અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી (KP Sharma Oli) ને આશરે 50,000 મતોના જંગી માર્જિનથી પરાજય આપ્યો છે.

Advertisement

કોને કેટલા મત મળ્યા

અંતિમ પરિણામો મુજબ, બાલેન શાહને કુલ 68,348 મતો મળ્યા છે, જ્યારે કેપી શર્મા ઓલીને માત્ર 18,000 મતો થી સંતોષ માનવો પડ્યો છે. આ જીત નેપાળના રાજકારણમાં યુવા પેઢીના ઉદય અને પરંપરાગત નેતાઓ પ્રત્યે જનતાના આક્રોશને દર્શાવે છે.

Advertisement

Nepal માં પાર્ટીનો આદેશ

વિજય સરઘસ પર પ્રતિબંધ (No Victory Procession Order) જીત બાદ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીએ એક નવી પરંપરા સ્થાપિત કરી છે. પાર્ટીના ઉપાધ્યક્ષ ડીપી અદ્રિયાલ (DP Aryal) એ આદેશ આપ્યો છે કે કોઈ પણ વિજેતા ઉમેદવારે વિજય જુલૂસ કે ઉત્સવ મનાવવો નહીં. તેમણે જણાવ્યું કે, આ સમય જશ્ન મનાવવાનો નહીં પરંતુ જનતાએ આપેલી જવાબદારી નિભાવવાનો છે.

Gen Z  ના અનેક યુવાનોએ બલિદાન આપ્યા

પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ ચૂંટણી દરમિયાન Gen Z (નવી પેઢી) ના અનેક યુવાનોએ બલિદાન આપ્યા છે, જેની પીડા હજુ શમી નથી. તેથી ફૂલહાર કે મોટરસાઇકલ રેલીઓ કાઢીને દેખાડો કરવાને બદલે ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન (Good Governance) સ્થાપવા પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો : Israel Iran Air Strikes : ઇઝરાયેલના 80 ફાઇટર જેટ્સે ઇરાનના તેહરાન અને ઇસ્ફહાનમાં મચાવી તબાહી

Tags :
Advertisement

.

×