Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં કોણ પહેરશે જીતનો તાજ ? Gujarat First પર સિનિયર પત્રકારોએ કહી આ વાત!
- 'વાવમાં વટની લડાઈ' માં પત્રકારોના મતે કોણ બનશે બાજીગર ? (Banaskantha)
- ઉત્તર ગુજરાતનાં સિનિયર પત્રકારોએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પર રજૂ કર્યા મત
- વાવની પેટાચૂંટણીમાં લાઈવ એગ્ઝિટ પોલમાં પણ સતત અપડાઉન!
બનાસકાંઠાની (Banaskantha) વાવમાં 'વટની લડાઈ' માં કોણ બાજી મારશે તેને લઈને અટકળોનું બજાર ગરમાયું છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતનાં (North Gujarat) રાજનૈતિક ઇતિહાસ, રાજકીય પરિસ્થિતિ અને વર્તમાન પોલિટિકલ પરિબળો અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા અને પેટાચૂંટણીમાં ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરનારા એવા અનુભવી અને નિષ્ણાત પત્રકારોએ પોતાના મંતવ્ય ગુજરાત ફર્સ્ટ પર રજૂ કર્યા હતા. આ સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા દર્શકોનાં અભિપ્રાય જાણવાની પણ કોશિશ કરાઈ હતી.
માવજીભાઈ પટેલનાં કારણે વાવની લડાઈ રસપ્રદ બની : પત્રકાર રાજ ગજ્જર
બનાસકાંઠાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરનાં રોજ જાહેર થશે. જો કે, આ પહેલા વાવમાં 'વટની લડાઈ' માં (Vav Assembly by-election) કોણ બાજી મારશે ? તે અંગે ઉત્તર ગુજરાતની રાજનીતિનાં જાણકાર સિનિયર પત્રકારોએ ગુજરાત ફર્સ્ટ પર પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હતા. પત્રકાર રાજ ગજ્જરના (Raj Gajjar) અંદાજ મુજબ વાવની પેટાચૂંટણીમાં ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) બાજી મારી શકે છે. રાજ ગજ્જરે કહ્યું કે, માવજીભાઈ પટેલનાં કારણે વાવની લડાઈ રસપ્રદ બની છે. ઠાકોર સમાજનાં મત કોંગ્રેસને (Congress) મળે તો જીત નિશ્ચિત છે. પત્રકારે કહ્યું કે, માવજીભાઈ પટેલ 45 થી 50 હજાર મત મેળવી શકે છે, જ્યારે ગુલાબસિંહ રાજપૂતને 5 હજારની લીડ મળવાની શક્યતાઓ છે.
વાવનું ભાવિ અકબંધ: Journalist Opinion Poll
છેલ્લી ઘડીએ કોણ જીતશે એ હજુ અકબંધ#Gujarat #Banaskantha #Vav #Election2024 #BJP #Congress #Journalist #GujaratFirst pic.twitter.com/xACOq8wTCb— Gujarat First (@GujaratFirst) November 20, 2024
આ પણ વાંચો - Mehsana : બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે એ નાની વાત નથી : CM ભૂપેન્દ્ર પટેલ
માવજીભાઈના કારણે ભાજપ-કોંગ્રેસની ઊંઘ ઊડી છે : પત્રકાર થાનાજી રાજપૂત
પત્રકાર થાનાજી રાજપૂતના (Thanaji Rajput) મતે કોંગ્રેસની નજીવી લીડે જીત થઈ શકે છે. થાનાજી રાજપૂતે કહ્યું કે, વાવની પેટાચૂંટણીમાં જાતિવાદ મુખ્ય કારણ બની શકે છે. માવજીભાઈના કારણે ભાજપ-કોંગ્રેસની ઊંઘ ઊડી છે. જો કે, શંકરભાઈના નિવેદન બાદ માવજીભાઈને (Mavjibhai Patel) ફટકો લાગી શકે છે. પત્રકાર પંકજ સોનેજીના (Pankaj Soneji) મતે જીત માટે ભાજપ (BJP) હોટ ફેવરિટ મનાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, મજબૂત ઉમેદવારો વચ્ચે જાતિવાદી સમીકરણ મોટું પરિબળ છે. વાવમાં જીતનું માર્જિન 5 થી 15 હજારનું રહી શકે છે. પત્રકાર વશરામ ચૌધરીનાં (Vashram Chaudhary) મતે વાવમાં સ્વરૂપજી ઠાકોર (Swaroopji Thakor) જીતી શકે છે. તેમણે કહ્યું કે, ચૌધરી સમુદાયનાં મત ભાજપની તરફેણમાં આવી શકે છે. પત્રકાર નીતિન પટેલનું (Nitin Patel) માનવું છે કે, ત્રિપાંખિયા જંગમાં માવજીભાઈની ભૂમિકા નિર્ણાયક બની શકે છે. તેમણે કહ્યું કે, ઠાકોર સમાજનાં 30 ટકા મત જાળવવા કોંગ્રેસ માટે જરૂરી છે.
Banaskantha Vav By Election
યુટ્યૂબ પર લાઈવ દર્શકો પાસે માગેલા અભિપ્રાયમાં રસાકસી
45થી 50 ટકા લાઈવ દર્શકો ગણાવે છે કોંગ્રેસનું પલડું ભારે#Gujarat #Banaskantha #Vav #Election2024 #BJP #Congress #Journalist #GujaratFirst pic.twitter.com/bulmhVtrn8— Gujarat First (@GujaratFirst) November 20, 2024
આ પણ વાંચો - Gujrat Politics નાં 'બાપુ' શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવી પાર્ટી સાથે કરશે Entry!
વાવની પેટાચૂંટણીમાં લાઈવ એગ્ઝિટ પોલમાં સતત અપડાઉન
ઉપરાંત, ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) વાવની પેટાચૂંટણીમાં લાઈવ એગ્ઝિટ પોલમાં સતત અપડાઉન જોવા મળ્યું છે. 50 થી 55 ટકા દર્શકોનું માનવું છે કે ભાજપનાં ઉમેદવાર જીતી શકે છે. જ્યારે, 45 ટકા જેટલા દર્શકો કોંગ્રેસનાં ઉમેદવારને સપોર્ટ કરી રહ્યા છે. યુટ્યૂબ પર લાઈવ દર્શકો પાસે માગેલા અભિપ્રાયમાં જબરદસ્ત રસાકસી જોવા મળી છે. માવજીભાઈનો આંક 20 ટકાથી 30 ટકા આસપાસ રહ્યો છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોને લઈને પણ મંતવ્યોમાં જબરદસ્ત ખેંચતાણ જોવા મળી છે.
આ પણ વાંચો - Kutch : વેલ્ડિંગ સમયે ટેન્કરમાં પ્રચંડ બ્લાસ્ટ! એક શખ્સનું મોત, વિસ્તારમાં દહેશત!