Banaskantha : 'સ્વરૂપજીને ચૂંટણી પ્રચાર કરતા કોણ રોકે છે તે હું જોઉ છું...' : અલ્પેશ ઠાકોર
- વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં (Banaskantha)
- ભાજપનાં ધારાસભ્યોની સમર્થકો સાથે ચૂંટણી જીતવા બેઠક
- અલ્પેશ ઠાકોરે નામ લીધા વિના ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ પર સાધ્યું નિશાન!
બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી જીતવા ભાજપનાં ધારાસભ્યોની સમર્થકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે નામ લીધા વિના કોંગ્રેસ (Congress) અને ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું હોય તેવી ચર્ચા છે. અલ્પેશ ઠાકોરે આરોપ લગાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ પૈસાવાળાને જ ટિકિટ આપે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 'સ્વરૂપજીને ચૂંટણી પ્રચાર કરતા કોણ રોકે છે તે હું જોઉ છું, હું અહીં જ છું...'
આ પણ વાંચો - Dahod : BJP નેતા પર 15 લોકોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો
ભાજપનાં ધારાસભ્યોની સમર્થકો સાથે ચૂંટણી જીતવા બેઠક
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને (Vav Assembly by-election) લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. બંને પાર્ટીએ ચૂંટણી જીતવા માટે પૂરજોશ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આજે ભાજપનાં (BJP) ધારાસભ્યોની સમર્થકો સાથે ચૂંટણી જીતવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અલ્પેશ ઠાકોર (Alpesh Thakor), કેશાજી ચૌહાણ અને લવિંગજી ઠાકોર હાજર રહ્યા હતા. દરમિયાન, અલ્પેશ ઠાકોરે નામ લીધા વગર સાંસદ ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હોય તેમ આરોપ લગાવતા કહ્યું કે, 'સામેવાળા પૈસા વાળાને ચૂંટણી લડાવે છે. રબારી સમાજનાં આગેવાનને પૂછવામાં આવ્યું હતું કે તારી પાસે પૈસા ક્યાં છે ?'.
આ પણ વાંચો - Anand : 'અમારા દીકરાને પરત લાવી આપો...', સારસાનાં પ્રજાપતિ પરિવારની સરકારને ગુહાર!
'સ્વરૂપજીને ચૂંટણી પ્રચાર કરતા કોણ રોકે છે તે હું જોઉ છું...'
અલ્પેશ ઠાકોરે આગળ કહ્યું કે, જેની પાસે પૈસા નથી તો શું તેને ચૂંટણી લડવાનો અધિકાર નથી ? આ સાથે અલ્પેશ ઠાકોરે સામે પક્ષને ચેતવણી આપતા કહ્યું હતું કે, સ્વરૂપજીને ચૂંટણી પ્રચાર કરતા કોણ રોકે છે તે હું જોઉ છું, અહીં જ રહેવાનો છું હું... જણાવી દઈએ કે, ભાજપનાં ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને (Swaroopji Thakor) અલ્પેશ ઠાકોરનાં નજીકનાં માનવામાં આવે છે. માહિતી મુજબ, અલ્પેશ ઠાકોરે વાવ વિધાનસભા બેઠકનાં બહાર રહેતા મતદારોને મતદાન માટે વતન લાવવાની જવાબદારી પણ લીધી છે.
આ પણ વાંચો - Raj Shekhawat નો નવો વીડિયો આવ્યો સામે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અંગે કરી નવી જાહેરાત!