Banaskantha : અંબાજીના ચિખલા હેલીપેડ પર નબીરાઓએ ઉજવ્યો જન્મદિવસ, અસામાજિક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવી સ્થિતિ
Banaskantha : અંબાજી નજીક ચિખલા હેલીપેડ ઉપર નબીરાઓએ ઉજવ્યો જન્મદિવસ અને અસામાજિક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, વીડિયોમાં એક બે જણા નહી પરંતું ઘણા લોકો દેખાઈ રહ્યાં છે અને હેલીપેડમાં અંદર કાર લઈ જઈને તેના બોનેટ પર બેસીને નબીરાઓએ જન્મદિવસ ઉજવ્યો હતો, તો હેલીપેડ સુધી અંદર કઈ રીતે પહોંચ્યા પહેલો સવાલ તો એ છે. શું હેલીપેડ પાસે કોઈ સિકયુરિટી નથી કે પછી સિકયુરિટીએ જ નબીરાઓને અંદર જવા દીધા!.
બર્થ ડે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અંબાજી નજીક ચિખલા હેલીપેડ પર જન્મદિવસની ઉજવણી કરનાર વ્યકિત બુટલેગર હોવાની ચર્ચા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસના આશીર્વાદથી આ લોકો ફાટી નીકળ્યા છે. તો અંબાજી પોલીસે વીડિયો જોયો નથી કે શું? શું વીડિયો જોયો છે તો પછી કાર્યવાહી કેમ નહી તેવા સવાલ સ્થાનિકોએ ઉભા કર્યા છે, સ્થાનિકોનું કહેવું છે કે, જે લોકોએ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી છે તે લોકોને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તે પણ જરૂરી બન્યું છે.
Banaskantha : કાળા કાચવાળી ગાડી પર ઉભા રહી ઉજવણી કરી
વધુમાં વાત એવી છે કે, જન્મદિવસની ઉજવણી તો કરી દીધી પરતું તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. અને પોલીસને જાણે અસામાજિક તત્વો પકડવા માટેનો પડકાર આપતા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. વીડિયો વાયરલ થતા યોગ્ય કાર્યવાહીની લોકોની માગ છે અને હેલીપેડ ગ્રાઉન્ડ પર બિયરની તૂટેલી બોટલ જોવા મળી છે. અંબાજી પોલીસ આ એક મોટી ભૂલ છે અને હેલીપેડ સુધી અંદર કઈ રીતે આ નબીરાઓ ગયા તે તપાસનો વિષય છે. તમે પણ આળસ ખંખેરો અને આવા નબીરાઓને ઝડપી કાયદો સમજાવો તો જ ખબર પડશે કે જન્મદિવસની ઉજવણી કેમ થાય છે.
View this post on Instagram
આ પણ વાંચો : Vadodara : શિવભકત ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી શહેરભરમાં શોક, આજે નીકળશે અંતિમયાત્રા


