Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Deesa: ખેતરોમાં જેટકો કંપનીએ વીજ થાંભલા નાખી ખેડૂતોને વળતર ન આપ્યું, ખેડૂતોએ કર્યા આક્ષેપ

Deesa માં જેટકો કંપનીની મનમાની સામે આવી છે. ખેડૂતોના આક્ષેપ છે કે ધાક ધમકીથી ખેતરોમાં વીજ થાંભલા નાખી દીધા બાદ વળતર આપવામાં આવ્યું નથી. જેથી તેમને વહલી તકે વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
deesa  ખેતરોમાં જેટકો કંપનીએ વીજ થાંભલા નાખી ખેડૂતોને વળતર ન આપ્યું  ખેડૂતોએ કર્યા આક્ષેપ
Advertisement
  • Deesa માં જેટકો કંપનીની દાદાગીરી
  • ખેડૂતને ધમકી આપી ખેતરોમાં થાંભલા નાખ્યા આક્ષેપ
  • ખેડૂતો વળતરની કરી રહ્યા છે માંગ
  • અધિકારીઓ રાત્રીના સમયે આવતાં હોવાના આક્ષેપ

Deesa:બનાસકાંઠામાં આવેલા ડીસા(Deesa)તાલુકાના કંસારી સહિત આજુબાજુના ગામડાઓના ખેડૂતોના ખેતરોમાં જેટકો કંપનીની દાદાગીરી સામે આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોલીસ સાથે રાખીને ધાક ધમકી આપીને વીજળીની લાઇન માટે થાંભલા નાખી દેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી ખેડૂતો(Farmers) ને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું અને જ્યાં ખેતરોમાં થાંભલા નાખવામાં આવેલા છે તે જગ્યા ખેડૂતોના ઘર છે અને તે જગ્યા પર રાત્રિના સમયે અધિકારીઓ સર્વે માટે આવે છે અને ખેડૂતો કહી રહ્યા છે કે રાત્રિના સમયે કોઈ બહેન દીકરી એકલી હોય અને આવી રીતે અધિકારીઓ રાત્રિના સમયે આવે છે જેથી અમાંરી બહેન દીકરીઓને પણ ડર લાગે છે અને અમને પણ ડર લાગે છે તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

Deesa  માં દાદાગીરીથી ખેતરોમાં થાંભલા નાખી દીધા: આક્ષેપ

Banaskantha Disa Jetco Company Gujarat Firstપ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના કંસારી, ઝેરડા, બાઈવાડા ,થેરવાડા , શેરપુરા, યાવરપુરા સહિત ગામોમાં ઝેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં વીજળીની લાઇન પસાર કરવા માટે થાંભલા નાખવામાં આવ્યા છે. તેમાં કંસારી ગામના ખેડૂતોના ખેતરોમાં પણ મોટી સંખ્યામાં વીજળી માટે થાંભલા નાખવામાં આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ વીજળીના થાંભલા નાખવા માટે જે તે સમયે અમે વિરોધ કર્યો હતો ત્યારે જેટકો કંપની(Jetco Company)ના અધિકારીઓ પોલીસને સાથે રાખીને પોતાની મનમાનીથી અને દાદાગીરીથી અમારા ખેતરોમાં થાંભલા નાખી દીધા હતા અને અમને વળતર આપવાનું કહ્યું હતું. પરંતુ અમને કોઈ યોગ્ય વળતર મળ્યું નથી. અમે અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ રજૂઆતો કોઈ સાંભળતું નથી.

Advertisement

રાત્રે અધિકાકરીઓ ન આવે તેવી માંગ

Banaskantha Disa Jetco Company Gujarat First

Advertisement

ખેડૂતોનો વધુમાં આક્ષેપ છે કે હાલમાં જ્યાં ઘરની બાજુમાં ખેતરમાં થાંભલા નાખવામાં આવ્યા છે,  તે થાંભલા ચેક અને સર્વે કરવા માટે અધિકારીઓ રાત્રે આવે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બહેન દીકરી એકલા ઘરે હોય અને રાત્રિના સમયે આમ અધિકારીઓએ એકલા આવું તે પણ યોગ્ય નથી. જેથી અમે હેરાન થઈએ છીએ. જેથી જે અધિકારીઓ રાત્રિના સમયે આવે છે તે ન આવે તે દિશામાં પગલાં ભરવામાં આવે અને જે અમને યોગ્ય વળતર નથી મળ્યું તે યોગ્ય વળતર આપવામાં આવે તેવી તેમની માંગણી છે.

અહેવાલઃ કમલેશ રાવલ

આ પણ વાંચોઃ Banaskantha : જિલ્લા દરજ્જાની ડીસા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓના નામે મીંડું, અસુવિધાઓની ભરમાર

Tags :
Advertisement

.

×