ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ ચરમસીમાએ, ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ મહાસભા

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ અત્યારે ચરમસીમાએ છે. જિલ્લા વિભાજનને આજે 21 દિવસ થયાં છે અને વિરોધ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે.
08:40 AM Jan 21, 2025 IST | VIMAL PRAJAPATI
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ અત્યારે ચરમસીમાએ છે. જિલ્લા વિભાજનને આજે 21 દિવસ થયાં છે અને વિરોધ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે.
Banaskantha
  1. ગામે-ગામથી ટ્રેક્ટર સાથે લોકો પહોંચશે આક્રોશ સભામાં
  2. ધાનેરાના તમામ રાજકીય નેતાઓ, આગેવાનો નોંધાવશે વિરોધ
  3. 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે ચાલી રહ્યો છે વિરોધ

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ અત્યારે ચરમસીમાએ છે. જિલ્લા વિભાજનને આજે 21 દિવસ થયાં છે અને વિરોધ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા વિભાજનની લડાઈ અત્યારે આરપારની લડાઈ બની ગઈ છે. આજે ધાનેરા બંધના એલાન સાથે અહીં જન આક્રોશ મહાસભાનું પણ યોજાશે. જેમાં અનેક રાજકીય નેતાઓ પણ વિરોધ કરવા માટે હાજર રહેવાના છે.

આ પણ વાંચો: Exclusive: ‘અમારો જિલ્લો, વાવ-થરાદ’ વિભાજનના વિરોધ વચ્ચે નવા જિલ્લાના સમર્થનમાં આવ્યું કોંગ્રેસ

મોટા રાજકીય નેતાઓ પણ આ મહાસભામાં આપશે હાજરી

વિગતે વાત કરવામાં આવે તો, ધાનેરાના ધારસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારસભ્ય મફતલાલ પુરોહિત સહિતના નેતાઓ આગેવાનો આજે મહાસભા યોજાઈ રહીં છે. મળતી વિગતો પ્રમાણે ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજે જન આક્રોશ મહાસભા યોજાસે. આ મહાસભાને ધાનેરાના વેપારી સંગઠનોએ ધાનેરા બંધને ટેકો આપશે. ભાજપ, કોંગ્રેસ, આપ, આર.એસ.એસના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો આ જન આક્રોશ મહાસભામાં હાજર રહેશ.

આ પણ વાંચો: Surat: વૃદ્ધને Honey Trap માં ફસાવી 1.15 લાખ પડાવ્યાં, પોલીસે કરી ત્રણ લોકોની ધરપકડ

લોકો ટ્રેક્ટરો સાથે જન આક્રોશ મહાસભામાં પહોંચશે

નોંધનીય છે કે, વિવિધ ગામોમાંથી લોકો ટ્રેક્ટરો સાથે જન આક્રોશ મહાસભામાં પહોંચશે. હવે આ લડાઈ આરપારની લડાઈ બની ગઈ છે. મહત્વની વાત એ છે કે, 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે, અને હજી પણ યથાવત છે. આગામી ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માટે લોકો માંગણી કરી રહ્યાં છે. નવા જિલ્લાને અત્યારે ભારે વિરોધ થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે છે કે, સરકાર દ્વારા કેવા નિર્ણયો કરવામાં આવે છે.

આ પણ વાંચો: Gondal: પોલીસને પડકાર ફેકનારા બે નબીરા ઝડપાયા, જાહેરમાં છરી રાખી વીડિયો બનાવી કર્યો હતો વાયરલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
banaskantha congress controversybanaskantha ControvesyGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsmahasabhaMahasabha DhaneraNew district vav tharadVav-Tharad districtvav-tharad District ControvesyVimal Prajapati
Next Article