Banaskantha : ડીસામાં ઘરમાં ગેસ સિલિન્ડર લીક થતા લાગી આગ, સદનસીબે પરિવાર બચ્યો સુરક્ષિત
Banaskantha : ડીસાના વણઝારાવાસ વિસ્તારમાં ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી અને ગેસનો સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી, આગ લાગતાની સાથે ઘર આગની ઝપેટમાં આવી ગયું હતુ અને ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
Advertisement
Banaskantha : ડીસાના વણઝારા વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી અને આગ લાગતાની સાથે આસપાસના લોકો અને ફાયર વિભાગ દોડી આવ્યું હતુ. આગ લાગતા ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી અને આસપાસના લોકોએ પણ પાણીનો મારો ચલાવ્યો હતો, આ ઘટનામાં કોઈ જાનહાની ના થતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

