Banaskantha : ડીસાના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી અપહરણ કરાયું, રૂ.5 લાખની ખંડણી માંગનારા 4 ઝડપાયા
Banaskantha : ડીસા તાલુકાના કંસારી ગામે રહેતા 32 વર્ષીય ખેડૂત યુવક સાથે હનીટ્રેપ, અપહરણ અને લૂંટની ઘટના બની હતી. પાલનપુર બોલાવી હોટલમાં ફસાવવાનો પ્રયાસ નિષ્ફળ જતા ગેંગે યુવકનું અપહરણ કરી ચપ્પુની અણીએ રૂ.54 હજાર રોકડા અને મહત્વના દસ્તાવેજો પડાવી લીધા હતા.
Advertisement
Banaskantha : ડીસાના ખેડૂતને હની ટ્રેપમાં ફસાવવાના મામલે ગઢ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ, જેમાં યુવતીએ ફોન પર મિત્રતા કેળવી ખેડૂતને હોટલમાં મળવા બોલાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હોટલ નજીક સાગરીતોએ ખેડૂતનું અપહરણ કરી રૂ.5 લાખની ખંડણીની માંગણી કરી હોવાની વાત છે. આરોપીઓએ ખેડૂત પાસેથી બળજબરીપૂર્વક રૂ. 54 હજાર પડાવી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

