Banaskantha : પાલનપુરમાં ઓવરટેકના ચક્કરમાં ભયાનક અકસ્માત, મહિલાનું મોત, બે ઘાયલ
- Banaskantha : પાલનપુરમાં ઓવરટેકનું ભયાનક પરિણામ : દૂધ લઈ જતી મહિલાનું મોત, બે ઘાયલ
- હનુમાન ટેકરી પાસે કારની અડફેટે મહિલાની દર્દનાક મોત, ચાલકની ધરપકડ
- ઝડપના નશામાં કારચાલકે ત્રણને કચડ્યા, બનાસકાંઠામાં ફરી રોડ અકસ્માતનો આંચકો
- ભારતીબેન ઠક્કરનું ઘટનાસ્થળે મોત, ગુસ્સે ભરાયેલા લોકોએ ચાલકને પકડ્યો
- પાલનપુરમાં રોડ પર રેસિંગનું ખામીયાજું : એક મહિલાનું મોત, ચાલક અટકાયતમાં
પાલનપુર : બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. એક તરફ ખુબ જ મોટું ટ્રાફિકઝામ તો બીજી તરફ અકસ્માતની સમસ્યાથી પીડાતા પાલનપુરમાં વધુ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ઝડપી ઓવરટેક કરવાના ચક્કરમાં કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં મંગળવારે સવારે હનુમાન ટેકરી પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દૂધ લઈને રસ્તો ઓળંગતી એક મહિલા સહિત ત્રણ લોકો કારની અડફેટે આવી જતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે અન્ય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃત મહિલાનું નામ ભારતીબેન ઠક્કર (ઉં. આશરે 55) નિવાસી પાલનપુર તરીકે સામે આવ્યું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો- Surat : ચાર નવા લેબર કોડ સામે ટ્રેડ યુનિયનોનો આક્રોષ, કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન
અકસ્માત થતાંની સાથે જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ કારચાલકને પકડી પાડીને પોલીસના હવાલે કરી દીધો હતો. કારચાલકની ઓળખ આબુરોડના ઈશ્વર પાટીલ તરીકે થઈ છે. પાલનપુર ટ્રાફિક પોલીસે ચાલકની અટકાયત કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, હનુમાન ટેકરી વિસ્તારમાં સવારના સમયે લોકો દૂધ-શાકભાજી લઈને આવ-જા કરતા હોય છે, તેમ છતાં અહીં વાહનચાલકો ઝડપી ઓવરટેક અને રેસિંગ કરતા હોય છે, જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. લોકોમાં રોષ છે કે પોલીસે આ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું કડક અમલીકરણ કરવું જોઈએ.
પાલનપુરમાં પાછલા કેટલાક વર્ષોથી ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા ખુબ જ ઉગ્ર બની ગઈ છે. અઠવાડિયામાં તો એકાદ મહિલા કે પુરૂષનું મોત અકસ્માતમાં થતું હોય તેવા સમાચારો જોવા મળી રહ્યાં છે. તે છતાં પણ તંત્રના પેટનું પાણી હલી રહ્યું નથી. અકસ્માત સિવાય ટ્રાફિક જામની ખુબ જ મોટી સમસ્યાથી પાલનપુર આબુ-હાઇવે પીડાઈ રહ્યું છે. અકસ્માત પાછળનું મુખ્ય કારણ પણ ટ્રાફિકજામ જ છે.
પાલનપુરમાં અંધેર નગરીમાં ટકે શેર ભાજીને ટકે શેર ખાજા જેવું ઘાટ છે. ના કોઈ કહેવાવાળું છે ન કોઈ કરવાવાળું.. જનતા રામ ભરોસે છે, તેથી પ્રતિદિવસ જનતા જનાર્ધન અકસ્માતોમાં પોતાના જીવ ગુમાવી રહી છે, તો ત્યાંથી પ્રસાર થતાં યાત્રીઓ પણ ટ્રાફિકમાં ફસાઈ જઈ રહ્યાં છે.
આ પણ વાંચો- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ AMC સ્કૂલ બોર્ડની વિદ્યાર્થીનીનું સ્વપ્ન કરશે સાકાર