ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : જિલ્લા દરજ્જાની ડીસા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓના નામે મીંડું, અસુવિધાઓની ભરમાર

Banaskantha : જિલ્લા હોસ્પિટલ દરજ્જો મળ્યો હોવા છતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સાધન-સમાગ્રીનો અભાવ
04:49 PM Oct 04, 2025 IST | Mujahid Tunvar
Banaskantha : જિલ્લા હોસ્પિટલ દરજ્જો મળ્યો હોવા છતાં ડીસા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સાધન-સમાગ્રીનો અભાવ

ડીસા : બનાસકાંઠાના ( Banaskantha ) મુખ્ય શહેર ડીસાની સિવિલ હોસ્પિટલને 1 વર્ષ પહેલાં જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ નિર્ણય જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે લેવાયો હતો. પરંતુ હકીકતમાં આજે પણ જિલ્લાની હોસ્પિટલ પોતાની ઓળખ અનુસાર મૂળભૂત સુવિધાઓથી વંચિત હોવાના કારણે લોકોના યોગ્ય પ્રમાણમાં આરોગ્ય સેવાઓ મળી રહી નથી.

મશીનો વગર ચાલતી સિવિલ હોસ્પિટલ

આ સિવિલ હોસ્પિટલમાં હજુ સુધી સોનોગ્રાફી મશીન, એમઆરઆઇ મશીન સીટીસ્કેન મશીન સહિત અનેક સુવિધાઓનો અભાવ છે જેના કારણે દર્દીઓને બહાર પ્રાઇવેટમાં તમામ રિપોર્ટ ત્રણ ગણો ચાર્જ ચૂકવીને કરાવવા પડવા માટે મજબૂર છે. તો અનેક ગરીબ લોકો રિપોર્ટ કરાવવા માટે સમર્થ ન હોવાના કારણે રિપોર્ટ કરાયા વગર પણ પોતાના ઘરે પરત ફરી જાય છે. તેથી તેમના આરોગ્ય ઉપર ગંભીર નકારાત્મક પ્રભાવ પડે છે.

દિવસના 1000થી વધારે દર્દીઓને મુશ્કેલી

સામાન્ય રીતે લોકો ઓછો ખર્ચો થાય અને સારી દવા અને સારા રિપોર્ટ થાય તે હેતુથી સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવતા હોય છે પરંતુ ડીસા સિવિલ હોસ્પિટલની કંઈક વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે. ડીસા સિવિલ હોસ્પિટલમાં રોજના 1000થી 1200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. કેમ કે ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો- શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની આગાહી, 5 અને 6 ઓક્ટોબરે ગુજરાત પર તેની અસર જોવા મળશે

 Banaskantha જિલ્લા હોસ્પિટલનો દરજ્જો માત્ર નામ પૂરતો

આ દરજ્જા પછી આરોગ્ય વિભાગ મોટા પ્રમાણમાં સુવિધા પૂરી પાડતી હોય છે, પરંતુ એક વર્ષથી જિલ્લા લેવલની સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો હોવા છતાં આજ દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં એક નહીં પરંતુ અનેક સુવિધાઓથી વંચિત છે. જેની સીધી અસર સારવાર કરાવવા માટે આવતા ગરીબ લોકો ઉપર પડી રહી છે. સોનોગ્રાફી મશીન, સીટીસ્કેન મશીન, એમઆરઆઇ મશીન સહિતના રિપોર્ટ કરાવવા માટે અનેક મશીનરીનો અભાવ છે જેથી અહીં જિલ્લાભરમાંથી આવતા દર્દીઓને બહાર પ્રાઇવેટમાં ત્રણથી ચાર ગણો ચાર્જ ચૂકવીને રિપોર્ટ કરાવવા પડે છે અને હાલાકી ભોગવી પડે છે...

સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ આશા હતી કે અહીં આધુનિક મશીનરી અને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે, જેથી દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો ન લેવો પડે. ખાસ કરીને સોનોગ્રાફી મશીન, એમઆરઆઇ મશીન, તેમજ અન્ય આધુનિક ટેસ્ટિંગ સુવિધાઓ તરત જ શરૂ થવાની હતી. પરંતુ આજની તારીખે પણ આ સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી.

વિકલાંગોના સર્ટીફીકેટને લઈને બેદરકારી-બેજવાબદારી

તે ઉપરાંત ડીસા સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતા વિકલાંગોના સર્ટીફીકેટો પણ અન્ય જગ્યાએ માન્ય ગણવામાં આવતા નથી. આ પાછળનું કારણ તે છે કે, CDMOની પોસ્ટ પાલનપુર આપેલી છે અને જિલ્લાનો દરરોજો ડીસા સિવિલને આપેલો છે જેથી ડીસા સિવિલમાંથી વિકલાંગો માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે તે એની ઉપર કરેલા સહી સિક્કા કોઈ જગ્યાએ માન્ય ગણાવવા આવતા નથી જેથી વિકલાંગોને પણ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે..

બીજી બાજુ જિલ્લા હોસ્પિટલમાં જરૂરી મશીનરી અને ટેકનિકલ સ્ટાફની અછતને કારણે દર્દીઓને યોગ્ય સારવારમાં મોડું પણ થાય છે. ઘણી વાર તાત્કાલિક દર્દીઓને રાતોરાત પાલનપુર કે મહેસાણા સુધી ખસેડવા પડે છે. પરિણામે આરોગ્ય સેવાઓ માટે જે જિલ્લાની હોસ્પિટલની અપેક્ષા રાખવામાં આવી હતી તે પૂરી થતી નથી.

ગરીબોને મુશ્કેલી

જિલ્લા આરોગ્ય તંત્રને તાત્કાલિક પગલાં લઈ ડીસાની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. સરકાર દ્વારા દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ તે માત્ર કાગળ પૂરતો જ રહી ગયો હોય તેવું દેખાયું છે. દરજ્જો તો આપવામાં આવ્યો પરંતુ કોઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી. મશીનરી, સ્ટાફ અને તમામ સુવિધાઓ કાર્યરત કરવી અત્યંત જરૂરી છે. નહીંતર દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો જ પડશે અને પ્રાઇવેટ હોસ્પિટલોના ખર્ચાળ બિલ સામે ઝઝૂવવું જ પડશે....

આ પણ વાંચો- Ahmedabad : અસલી 9000માં નકલી 50,000ની ચલણી નોટ, ક્રાઈમ બ્રાન્ચે એકને ઝડપ્યો

Tags :
#Banaskantha #DeesaCivilHospital #GujaratHealthDepartment#CivilHospitalInconvenienceBanaskanthaPalanpur
Next Article