Banaskantha : BJP નાં નારાજ વરિષ્ઠ નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, હવે મનાવવા માટે ધમપછાડા!
- BJP નેતા માવજી પટેલની અપક્ષ ઉમેદવારીનો મામલો (Banaskantha)
- ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવે થરાદ પહોંચ્યા
- માવજી પટેલ ફોર્મ પરત ખેંચવા માટે કોઈ કાળે માનવા તૈયાર નથી!
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ સ્થાનિક સ્તરે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આ પેટાચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ (Congress) વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. જો કે, ભાજપ નેતા માવજી પટેલની (Mavjibhai Patel) અપક્ષ ઉમેદવારીએ પક્ષની ચિંતા વધારી હોય તેવી ચર્ચા છે. કારણ કે, ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ જિલ્લા મહામંત્રી માવજીભાઈ પટેલને મનાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ, માવજી પટેલ અપક્ષમાં ભરેલું ફોર્મ પરત ખેંચવા માટે કોઈ કાળે માનવા તૈયાર નથી એવા સમાચાર છે.
આ પણ વાંચો - VADODARA : આવતીકાલે બે કેન્દ્રિય મંત્રીઓનું શહેરમાં આગમન
ભાજપ નેતા માવજી પટેલની અપક્ષ ઉમેદવારીએ BJP ની ચિંતા વધારી!
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની (Vav Assembly Election) જાહેરાત થઈ ચૂંકી છે. ભાજપે સ્વરૂપજી ઠાકોરને (Swarupji Thakor) ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને (Gulab Singh Rajput.) ટિકિટ આપી છે. ત્યારે અપક્ષ તરીકે ભાજપ (BJP) નેતા માવજી પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે. માવજી પટેલની અપક્ષ ઉમેદવારીએ ભાજપની ચિંતા વધારી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કારણ કે, માવજી પટેલ અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ચૌધરી સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. માવજી પટેલ વર્ષ 1990 માં વાવ-થરાદ બેઠકથી જનતાદળમાં ચૂંટાયા હતા.
આ પણ વાંચો - Junagadh : દિવાળી વેકેશનમાં ગિરનાર જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર
ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવે થરાદ પહોંચ્યા
ભાજપનાં વરિષ્ઠ નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા પક્ષનાં અન્ય નેતાઓ દ્વારા તેમને મનાવવાની મથામણ શરૂ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી માવજી પટેલને મનાવવા માટે ભાજપનાં નેતાઓ ધમપછાડા કરી રહ્યા છે. ત્યારે આજે ધારાસભ્ય પ્રવીણ માળી (MLA Praveen Mali) અને પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવે (Amarat Dave) થરાદ ખાતે આવેલ માવજી પટેલની શૈક્ષણિક સંસ્થામાં મળવ્યા પહોંચ્યા હતા. જો કે, માવજી પટેલ (Mavjibhai Patel) અપક્ષમાં ભરેલ ફોર્મ પરત ખેંચવા માટે કોઈ કાળે માનવા તૈયાર નથી એવી માહિતી સામે આવી છે. ત્યારે હવે, આગામી દિવસોમાં ભાજપ દ્વારા શું રણનીતિ અપનાવવામાં આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો - DIWALI માં કેવું રહેશે હવામાન ? વિભાગે કરી ચોંકાવનારી આગાહી!