Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બનાસકાંઠા ધોધમાર વરસાદ, અમદાવાદ-આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ

હાલ ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેવુ વાતાવરણ રહેશે તે જણાવ્યું છે. ત્યારે આ રહી ગુજરાતના...
બનાસકાંઠા ધોધમાર વરસાદ  અમદાવાદ આબુ હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ
Advertisement

હાલ ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેવુ વાતાવરણ રહેશે તે જણાવ્યું છે. ત્યારે આ રહી ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદની આગાહી અને ચેતવણીની માહિતી આપી છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી છે. અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ ઉભુ થયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વચ્ચે ગઈકાલે સાંજ બાદ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થયું છે.

Advertisement

સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો 
ગઈકાલે મોડી રાતે સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડું ફુંકાયું હતું. રાત્રિ દરમિયાન વાવઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવઝોડું અને વરસાદ આવ્યો હતો. જેને કારણે હિમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશન અને બી ડિવીઝનના બોર્ડ પડ્યા હતા. વાવઝોડાએ જીલ્લામાં  ઠેર ઠેર રોડ હોર્ડિંગ પાડી દીધા. સાબરકાઠાના ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઇડરમાં પોણો ઇંચ વરસાદ નોધાયો છે. તો ખેડબ્રહ્મામાં 05 મિમી, વડાલીમાં 08 મિમી, ઇડરમાં 18 મિમી અને હિંમતનગરમાં 07 મિમી વરસાદ નોંધાયો છે.

Advertisement

અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાયા 
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાલનપુર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત અમદાવાદ -આબુ હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે જેને લઈને હાઇવે ઉપર ત્રણથી ચાર કિલોમીટર વાહનોની કતારો લાગી છે.

આપણ  વાંચો-PATAN : પત્નિના મોત બાદ પતિએ સમાધી લેવાનો કર્યો નિર્ણય અને પછી

Tags :
Advertisement

.

×