Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Banaskantha : તાલેગંજમાં ઝાટકા મશીનથી વીજ કરંટ લાગતા બે સગા ભાઈઓના કરૂણ મોત

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા તાલેગંજ ગામમાં એક કરૂણ અને દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં કામ કરી રહેલા બે સગા ભાઈઓ વીજ કરંટના શિકાર બન્યા અને તેમના મોત નીપજ્યા છે. આ ઘટના ન માત્ર તેમના પરિવાર માટે પરંતુ આખા ગામ માટે એક મોટી આઘાતજનક છે. મળતી વિગતો અનુસાર, તાલેગંજ ગામના રહેવાસી મોહનભાઈ દેસાઈ ખેતરમાં પોતાનું રોજિંદું કામ કરી રહ્યા હતા.
banaskantha   તાલેગંજમાં ઝાટકા મશીનથી વીજ કરંટ લાગતા બે સગા ભાઈઓના કરૂણ મોત
Advertisement
  • Banaskantha  : ડીસા તાલુકામાં ખેતરમાં અકસ્માત : સગા ભાઈઓને વીજ કરંટનો ઝટકો, સ્થળ પર જ મોત
  • તાલેગંજ ગામમાં શોકનો માહોલ : ઝાટકા મશીનના કારણે પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ
  • બનાસકાંઠામાં વીજ અકસ્માત : ખેતરમાં જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે લગાવેલું મશીન બન્યું મોતનું કારણ
  • રબારી સમાજમાં શોક : તાલેગંજમાં બે ભાઈઓના વીજ કરંટથી મોત, તપાસ શરૂ

Banaskantha  :જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા તાલેગંજ ગામમાં એક કરૂણ અને દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં કામ કરી રહેલા બે સગા ભાઈઓ વીજ કરંટના શિકાર બન્યા અને તેમના મોત નીપજ્યા છે. આ ઘટના ન માત્ર તેમના પરિવાર માટે પરંતુ આખા ગામ માટે એક મોટી આઘાતજનક છે. મળતી વિગતો અનુસાર, તાલેગંજ ગામના રહેવાસી મોહનભાઈ દેસાઈ ખેતરમાં પોતાનું રોજિંદું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ખેતરમાં જંગલી પ્રાણીઓથી પાકને બચાવવા માટે લગાવેલા ઝાટકા મશીનથી તેમને વીજ કરંટ લાગ્યો હતો. આ જોઈને કાનાભાઈ દેસાઈ પોતાના ભાઈને બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ તેઓ પણ વીજકરંટનો ભોગ બની ગયા હતા.

ઝાટકા મશીને લીધો ભોગ

આ અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને ગામલોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખેતરમાં ઝાટકા મશીન લગાવવું એ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો માટે એક સામાન્ય પ્રથા છે, જેનો હેતુ જંગલી પ્રાણીઓ જેમ કે ભૂંડ, નીલગાય સહિત હરાયા ઢોર અને અન્ય જાનવરોથી પાકને રક્ષણ આપવાનો હોય છે. પરંતુ આવા મશીનોમાં વીજ કરંટનું જોખમ હંમેશા રહેલું હોય છે, અને જો તેમની જાળવણી અથવા ઇન્સ્ટોલેશનમાં કોઈ ત્રુટિ હોય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

Advertisement

Banaskantha  : બે સગા ખેડૂત ભાઈઓના મોત

આ કિસ્સામાં પણ એવું માનવામાં આવે છે કે મશીનમાં કોઈ તકનીકી ખામી અથવા અચાનક વીજ પુરવઠાના વધઘટાવને કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે. સામાન્ય રીતે ઝટકા મશીનથી કોઈ જાનવરનો જીવ જતો નથી. પરંતુ તેનો પાવર વધારે રાખ્યો હોય તો તે ગંભીર રીતે ઈજા પહોંચાડી શકે છે. મોટા જાનવરોને ભગાડવા માટે વધારે પાવર રાખવામાં આવે તો વ્યક્તિને તેનો ઝટકો વધારે અસર કરી શકે છે. આ કેસમાં પણ એવું જ બન્યું હોઈ શકે છે. સામાન્ય રીતે ઝટકા મશીનથી જીવ જતો નથી પરંતુ કોઈ ટેકનિકલ ખામી હોય તો મૃત્યું થઈ શકે છે. આ પહેલો એવો કેસ છે, જેમાં ઝટકા મશીનથી કોઈ વ્યક્તિના જીવ ગયા હોઇ શકે છે.

Advertisement

પરિવારમાં શોકનો માહોલ

આ ઘટના રબારી સમાજના પરિવાર પર એક મોટો આઘાત છે. રબારી સમાજ ગુજરાતમાં ખેડૂત અને પશુપાલન સાથે જોડાયેલો છે. પરિવારમાં શોકનો માહોલ છે. ઉલ્લેખનિય છે કે, ખેડૂતોને વીજ સલામતી વિશે જાગૃત કરવા માટે સ્થાનિક સ્તરે કાર્યક્રમોની જરૂર છે. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં વીજ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, અને તેના માટે વીજ વિભાગ અને સ્થાનિક વહીવટની જવાબદારી છે કે તેઓ ખેડૂતોને સુરક્ષિત વીજ વપરાશ વિશે માર્ગદર્શન આપવું જોઈએ.

ખેડૂત મિત્રોએ રાખવી પડશે વધારે સાવચેતી

ખેડૂત મિત્રોએ ઝાટકા મશીન જેવા સાધનોનું ઇન્સ્ટોલેશન વ્યાવસાયિક વીજ મિકેનિક દ્વારા જ કરાવવું જોઈએ. તેમાં વીજ કરંટના લીકેજને રોકવા માટે અર્થિંગ અને સેફ્ટી ડિવાઈસીસનો ઉપયોગ કરવો જરૂરી છે. ખેડૂતોએ વરસાદી મોસમમાં અથવા વીજ પુરવઠાના અસ્થિર સમયમાં આવા મશીનોનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ. ઉલ્લેખનિય છે કે આ ઘટના ગુજરાતના અન્ય ગ્રામીણ વિસ્તારો માટે પણ એક ચેતવણી છે. વીજ અકસ્માતોને કારણે દર વર્ષે અનેક જીવ ગુમાવવા પડે છે, અને તેમાંથી મોટા ભાગના કિસ્સાઓમાં અજ્ઞાનતા અથવા બેદરકારી જવાબદાર હોય છે.

આ પણ વાંચો-Banaskantha: ઠાકોર સમાજમાં મોટો વિવાદ, સિંગર ગબ્બર અને અર્જુન ઠાકોરને ‘સમાજ બહાર’ કરવાની પોસ્ટ વાયરલ!

અહેવાલ- કમલેશ નાંભાણી, બનાસકાંઠા

Tags :
Advertisement

.

×