Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vav Assembly By-Elections:વાવ બેઠક પર ભાજપમાં બળવો! માવજી પટેલે અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી

વાવમાં વટની લડાઈમાં હવે ભાજપમાં બળવાના એંધાણ પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ ચૌધરીએ અપક્ષ ઉમેદવારી કરી 'પાર્ટી મેન્ડેટ આપે તો ઠીક નહીંતર અપક્ષ લડવાનો મૂડ'   Vav Assembly By-Elections: :ભારતીય જનતા પાર્ટીના નેતા માવજી પટેલએ જણાવ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટીના...
vav assembly by elections વાવ બેઠક પર ભાજપમાં બળવો  માવજી પટેલે અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી
Advertisement
  • વાવમાં વટની લડાઈમાં હવે ભાજપમાં બળવાના એંધાણ
  • પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ ચૌધરીએ અપક્ષ ઉમેદવારી કરી
  • 'પાર્ટી મેન્ડેટ આપે તો ઠીક નહીંતર અપક્ષ લડવાનો મૂડ'

Vav Assembly By-Elections: :ભારતીય જનતા પાર્ટીના નેતા માવજી પટેલએ જણાવ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભાજપનું ફોર્મ ભર્યું છે. અને સાથે બીજુ ફોર્મ પ્રજાની લાગણીથી અપક્ષમાં પણ ભર્યું છે. જો મને પાર્ટી મેન્ડેટ આપશે તો ભાજપમાંથી ઉમેદવાર છું. નહીં આપે તો જનતાનો આદશે લઈને જનતાની પાર્ટીના જોગે ચૂંટણી લડશું ઉમેદવાર તરીકે.

Advertisement

Advertisement

ભાજપના માવજી પટેલે નોંધાવી ઉમેદવારી

તો બીજી તરફ તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર માવજીભાઇ પટેલે (MavjiPatel)અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હોવાથી માવજી પટેલે બળવો પોકાર્યો છે. માવજી પટેલ છેલ્લા 37 વર્ષથી રાજકીય ક્ષેત્રે સંકળાયેલા છે. 1990 માં માવજી પટેલ જનતાદળમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત પ્રાપ્ત કરી છે. પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. સમાજ પર સારી એવી પકડ છે.

માવજી પટેલ અગાઉ રહી ચુક્યા છે ધારાસભ્ય

ભારતીય જનતા પાર્ટીના નેતા માવજી પટેલ અગાઉ થરાદના ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસથી નારાજ રહેતા અને પક્ષ દ્વારા તેમની અવગણના થતાં તેઓ વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા. માવજી પટેલનું સમાજ પર સારું એવું પ્રભુત્વ છે. સાત મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન પણ તેઓ રહી ચુક્યા છે.

સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે હાર્યા હતા

ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલ સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.

કોણ છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત?

ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Tags :
Advertisement

.

×