Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vav-Tharad News : વાવ-થરાદમાંથી લાખોના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ૩ શખ્સો ઝડપાયા

Drugs Seized : ગુજરાતમાં ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ સખત એક્શન મોડમાં છે, ત્યારે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમે વાવ-થરાદ સરહદી વિસ્તારમાંથી અંદાજે ₹2 લાખની બજાર કિંમતના મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
vav tharad news   વાવ થરાદમાંથી લાખોના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ૩ શખ્સો ઝડપાયા
Advertisement
  • Vav-Tharad News : બનાસકાંઠાના વાવ-થરાદમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 શખ્સો ઝડપાયા
  • SOGની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ₹2 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
  • કુલ 66.750 ગ્રામ ડ્રગ્સ, કાર અને મોબાઈલ સહિત ₹7.12 લાખનો મુદ્દામાલ કબ્જે
  • મુખ્ય કારચાલક સુરેશ ત્રિવેદી અને ડ્રગ્સ મંગાવનાર બાબુ પઢીયાર પોલીસ સિકંજામાં
  • રાજસ્થાનના સાંચોરના રાણારામ ચૌધરીની પણ ધરપકડ, થરાદ પોલીસ મથકે ગુનો દાખલ

Vav-Tharad News : ગુજરાતમાં ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ સખત એક્શન મોડમાં છે, ત્યારે બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમે વાવ-થરાદ સરહદી વિસ્તારમાંથી અંદાજે ₹2 લાખની બજાર કિંમતના મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. સરહદી વિસ્તારમાં નશાના નેટવર્ક પર પોલીસે આકરો પ્રહાર કર્યો છે.

વાવ-થરાદ સરહદી વિસ્તારમાંથી 2 લાખનું ડ્રગ્સ ઝડપાયું

મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમ વાવ-થરાદ હાઈવે અને આસપાસના વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જ્યારે વજન કર્યું ત્યારે કુલ 66.750 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹2 લાખ રૂપિયા થાય છે.

Advertisement

Advertisement

પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 આરોપીની ધરપકડ કરી છે. થરાદના સુરેશ ત્રિવેદી નામના કારચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રગ્સ મંગાવનાર થરાદનો બાબુ પઢીયારને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. જો કે પ્રાપ્તથતી માહિતી અનુસાર રાજસ્થાનના સાંચોરનો રાણારામ ચૌધરી પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ-કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર ઘટનામાં થરાદ પોલીસ મથકે ગુનોં નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Palanpur: રેલવે સ્ટેશન પર RPF જવાનની બહાદુરી, મોતના મુખમાંથી મુસાફરનો બચાવ્યો જીવ, જુઓ Video

Tags :
Advertisement

.

×