Banaskantha : નાસ્તાના ગોડાઉનમાં લાગેલી આગે મચાવી દોડધામ, ફાયર વિભાગે આગને લીધી કાબુમાં
Banaskantha : વાવ-થરાદ-દિયોદર હાઈવે પર આવેલ નાસ્તાના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. નાસ્તાના ગોડાઉનમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
Advertisement
Banaskantha : હાઈવે પર આવેલા નાસ્તાના ગોડાઉનના બીજા માળે આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખા માળને લપેટમાં લઈ લીધો હતો. વહેલી સવારનો સમય હોવાથી આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

