ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banaskantha : સરહદી વિસ્તારમાં છઠ્ઠા દિવસે પણ પાણીની તંગી યથાવત, ભાજપ-કોંગ્રેસ ન કરો અમને મદદ કરો

Banaskantha ના સરહદી વિસ્તારોમાં પાંચમા દિવસે પણ વરસાદી પાણી ઓસર્યા નથી તો બીજી તરફ પીવાના પાણીની તીવ્ર તંગી
01:43 PM Sep 12, 2025 IST | Mujahid Tunvar
Banaskantha ના સરહદી વિસ્તારોમાં પાંચમા દિવસે પણ વરસાદી પાણી ઓસર્યા નથી તો બીજી તરફ પીવાના પાણીની તીવ્ર તંગી

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ( Banaskantha ) સરહદી વિસ્તારમાં તાજેતરના ધોધમાર વરસાદ પછી પાણીની તંગી અને સંપર્ક વિહીનતા છઠ્ઠા દિવસે પણ યથાવત છે. સુઈગામ તાલુકાના ભરડવા, કોરેટી, જલોયા અને અન્ય ગામડાઓમાં વધારે પડતા પાણીથી રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે ગામડાઓ સંપર્ક વિહીન બન્યા છે. હજું પણ આ વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી.  ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. આ મુશ્કેલી વચ્ચે રાજકારણ પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ગામડીઓના લોકો કહે છે કે, "ભાજપ-કોંગ્રેસ છોડીને અમને પીવાનું પાણી, ખાવાનું અન્ન અને પશુઓ માટે ઘાસચારો આપો."

આ પણ વાંચો-Junagadh : પોલીસ હેડક્વાર્ટરના PSI સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

વરસાદ પછીની મુશ્કેલી : ગામડાઓ સંપર્ક વિહીન, 500થી વધુનું સ્થળાંતર

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 16 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે સુઈગામ તાલુકાના ભરડવા, કોરેટી, જલોયા અને અન્ય 13 ગામડાઓ સંપર્ક વિહીન બન્યા છે. વધારે પડતા પાણીથી રસ્તાઓ ધોવાઈ ગયા છે, અને ઘરો-ખેતરો જળમગ્ન થઈ ગયા છે. 500થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમો પેટ્રોલિંગ કરી રહી છે. ફુડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ થઈ રહ્યું છે, પરંતુ ગામડાઓમાં પીવાના પાણીની તીવ્ર તંગી છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક 14,655 ક્યુસેક થઈ ગઈ છે. વ્હાઈટ એલર્ટ જાહેર કરાયો છે. જિલ્લા કલેક્ટરે તાત્કાલિક બેઠક યોજીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે.

Banaskantha ના ગામડાવાસીઓની પીડા : રાજકારણ છોડીને મદદની માંગ

ભરડવા ગામના લોકોની વેદના છલકાતા તેમણે કહ્યું કે, "ભાજપ-કોંગ્રેસ છોડીને તમે અમને કેવી રીતે મદદ કરી શકો છો તે પહેલું વિચાર કરો. અમને હાલ પીવા માટે પાણીની જરૂર છે, ખાવા-પીવાની જરૂર છે. પશુઓ માટે ઘાસચારો નથી, એ જરૂરી છે. પક્ષપાત છોડીને અમને મદદ કરો." વરસાદથી ખેતરોમાં ભારે નુકસાન થયું છે, અને લોકો પાણીના ભરાવાથી ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી. સુઈગામના પ્રવેશદ્વાર પાસે જબરદસ્ત પાણી ભરાઈ ગયો છે. રસ્તા ધોવાઈ ગયા છે. ગામડાઓમાં મકાનો અને દુકાનો પાણીમાં ડૂબી ગયા છે.

વહીવટી પગલાં : રાહત કાર્યો ચાલુ, પરંતુ તંગી યથાવત

જિલ્લા વહીવટે સુઈગામ અને આસપાસના વિસ્તારોમાં રાહત કાર્યો શરૂ કર્યા છે, પરંતુ છઠ્ઠા દિવસે પણ પાણીની તંગી યથાવત છે. NDRF ટીમો અત્યાધુનિક સાધનો સાથે પેટ્રોલિંગ કરી રહી છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. 380થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. બે તાલુકામાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. જોકે, ગામડાઓમાં પીવાના પાણી અને ઘાસચારાની તીવ્ર તંગી છે, જેના કારણે પશુઓ પણ મુશ્કેલીમાં છે. લોકો કહે છે કે રાજકારણ વચ્ચે તેમની મુશ્કેલીઓને અવગણવામાં આવી રહી છે.

આ પણ વાંચો- પોલીસે Devayat Khavad ને ગળે મળવાથી રોક્યા

Tags :
#BanaskanthaWaterShortage#ComplaintAgainstPolitics#SuigamBhardwaVillage#TroubleAfterRainBanaskantha
Next Article