Bangladesh violence: બાંગ્લાદેશમાં હિંસા મુદ્દે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
- બાંગ્લાદેશમાં હિંસા મુદ્દે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
- લઘુમતી સમાજની સુરક્ષા માટે માંગ;વિદેશ મંત્રાલય
- હિન્દુઓને ટાર્ગેટ કરીને કરાઈ રહ્યા છે હુમલા
MEA On Bangladesh Ruckus: ભારતે શુક્રવારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો વિરૂદ્ધ વધતા સંકટ અને ટાર્ગેટેડ હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારના મુદ્દાઓ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, 'ભારતે હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર ખતરાઓ અને ટાર્ગેટેડ હુમલાઓના મુદ્દાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂતીથી ઉઠાવ્યા છે.
તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, 'આ મામલે અમારું સ્પષ્ટ વલણ છે કે, વચગાળાની સરકારને તમામ લઘુમતીઓની સુરક્ષાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. અમે કટ્ટરપંથી નિવેદનબાજી, હિંસા અને ઉશ્કેરણીની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ.
#WATCH | Delhi: On the situation of minorities in Bangladesh, MEA Spokesperson Randhir Jaiswal says, "We made our position very clear as far as the situation of Hindus and minorities in Bangladesh is concerned. We have raised this matter with Bangladesh that they must take… pic.twitter.com/p3FhuRDlzE
— ANI (@ANI) November 29, 2024
વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, 'આ ઘટનાક્રમોને માત્ર મીડિયા દ્વારા ચગાવવામાં આવી રહ્યો છે તેવું સમજીને નકારી ન શકાય. ઈસ્કોન એક વિશ્વ સ્તરીય પ્રતિષ્ઠિત સંગઠન છે, જેનો સમાજ સેવાનો મજબૂત રેકોર્ડ છે. અમે એકવાર ફરી બાંગ્લાદેશને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાનું આહ્વાન કરીએ છીએ.
આ પણ વાંચો -Baba Bageshwar: બાંગ્લાદેશના હિન્દુઓ ડરપોક ના હોવ તો રસ્તા પર ઉતરો
ચિન્મય દાસની ધરપકડ પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'જ્યાં સુધી વ્યક્તિઓ વિરૂદ્ધ મામલાઓનો સવાલ છે, અમને જાણવા મળ્યું છે કે, કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે. અમને આશા છે કે આ પ્રક્રિયાઓ મામલે ન્યાયપૂર્વક, નિષ્પક્ષ અને પારદર્શી રીતે ઉકેલાશે, જેનાથી તમામ સંબંધિત લોકોને કાયદાકીય અધિકારોનું પૂર્ણ સન્માન મળે.' આ બીજી વખત છે જ્યારે વિદેશ મંત્રાલયે આ અઠવાડિયામાં આવું નિવેદન આપ્યું હોય.
આ પણ વાંચો -બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા હુમલા વચ્ચે Americaનું એલાન
જેલમાં બંધ હિન્દુ સંત
કાજી શરીફુલ ઇસ્લામની આગેવાની વાળી મેજસ્ટ્રેટ કોર્ટે હિન્દુ નેતાને જામીન આપવાની ના પાડી દીધી અને આગળની કાર્યવાહી સુધી તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. જો કે, જ્યારે પોલીસે તેમને જેલ લઈ જવાનો પ્રયાસ કર્યો તો તેમના સમર્થકોના એક મોટા જૂથે વાનને ઘેરી લીધી અને વિરોધમાં વાનને રોકવાનો પ્રયાસ પણ કર્યો.