ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ના હોય..! Bangladesh કોર્ટે બ્રિટેનની સાંસદને ફટકારી 2 વર્ષની સજા! જાણો કોણ છે ટ્યૂલિપ સિદ્દીક?

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી. ભ્રષ્ટાચાર કેસમાં હવે તેમની ભત્રીજીને પણ બાંગ્લાદેશ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. ઢાકાના ન્યૂ ટાઉન પરિયોજન સાથે સંકળાયેલ ભ્રષ્ટાચાર કેસમાં શેખ હસીનાની ભત્રીજી અને બ્રિટેનની સાંસદ ટ્યુલિપ સિદ્દીકને દોષિત જાહેર કરાયા છે. ટ્યૂલિપ સિદ્દીક બ્રિટનમાં સત્તાપક્ષના સાંસદ છે. વર્ષ 2024 માં તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ થયો હતો.
09:31 PM Dec 01, 2025 IST | Vipul Sen
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી. ભ્રષ્ટાચાર કેસમાં હવે તેમની ભત્રીજીને પણ બાંગ્લાદેશ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. ઢાકાના ન્યૂ ટાઉન પરિયોજન સાથે સંકળાયેલ ભ્રષ્ટાચાર કેસમાં શેખ હસીનાની ભત્રીજી અને બ્રિટેનની સાંસદ ટ્યુલિપ સિદ્દીકને દોષિત જાહેર કરાયા છે. ટ્યૂલિપ સિદ્દીક બ્રિટનમાં સત્તાપક્ષના સાંસદ છે. વર્ષ 2024 માં તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ થયો હતો.
bangladesh_Gujarat_first
  1. બ્રિટેનની સાંસદને Bangladesh કોર્ટે ફટકારી 2 વર્ષની સજા
  2. ટ્યૂલિપ સિદ્દીક ભ્રષ્ટાચાર કેસમાં દોષિત
  3. શેખ હસીનાની સંબંધી છે ટ્યૂલિપ સિદ્દીક
  4. શેખ હસીના ત્રીજીવાર અન્ય કેસમાં દોષિત

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની (Sheikh Hasina) સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે ભ્રષ્ટાચાર કેસમાં (Corruption case) તેમની ભત્રીજીને પણ બાંગ્લાદેશ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. ઢાકાના ન્યૂ ટાઉન પરિયોજના સાથે સંકળાયેલ ભ્રષ્ટાચાર કેસમાં શેખ હસીનાની ભત્રીજી અને બ્રિટેનની સાંસદ ટ્યુલિપ સિદ્દીકને (British MP Tulip Siddiq) દોષિત જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી છે. ટ્યૂલિપ સિદ્દીક બ્રિટનમાં સત્તાપક્ષના સાંસદ છે. વર્ષ 2024માં તેમના સામે ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો -અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં ઊંધા મોઢે પછડાયા બાદ Pakistan ની અર્થવ્યવસ્થા અંધકારમાં!

Bangladesh માં બ્રિટેનનાં સાંસદને સજા!

બાંગ્લાદેશની કોર્ટે (Bangladesh Court) ટ્યૂલિપ સિદ્દીકને બે વર્ષ જેલવાસની સજા ફટકારતા રાજકીય ક્ષેત્ર હડકંપ મચી ગયો છે. બીજી તરફ ટ્યૂલિપે પણ બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર બદલો લેવાની ભાવનાથી સજા ફટકારી હોવાનો આરોપ લગાવ્યો છે. ટ્યૂલિપે તમામ આરોપોનું ખંડન કરતા કહ્યું કે, બાંગ્લાદેશ સરકાર તેમનો પક્ષ પણ સાંભળી નથી રહી અને આરોપોના પુરાવા પણ નથી આપી રહી. આપને જણાવી દઈએ કે, અગ્રણી બ્રિટિશ વકીલોએ ટ્યૂલિપ સિદ્દીકની સજા અંગે બાંગ્લાદેશ સરકારને પત્ર પણ લખ્યો છે.

આ પણ વાંચો -Pakistan : પૂર્વ PM ઈમરાન ખાનના સમર્થનમાં વિરોધ વર્તમાન PM અને મુનીરને ખૂંચ્યો!

શેખ હસીના સામે 100 થી વધુ કેસ, એકમાં 26 વર્ષની સજા

શેખ હસીનાને (Sheikh Hasina) બાંગ્લાદેશની કોર્ટે 26 વર્ષની સજા ફટકારી છે. અન્ય એક કેસમાં પણ શેખ હસીનાને સજા-એ-મોતની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશની વિવિધ કોર્ટમાં શેખ હસીના વિરુદ્ધ 100 થી વધુ કેસ ચાલી રહ્યા છે. તેમના વિરુદ્ધ નરસંહાર, પદનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. બાંગ્લાદેશના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસે (Mohammad Yunus) આરોપ કર્યો છે કે, શેખ હસીના સત્તાથી દૂર હોવા છતા સરકારમાં સક્રિય છે.

આ પણ વાંચો -અમેરિકામાં IT પ્રોફેશનલ્સનું સપનું તૂટ્યું: વિઝા રિજેક્શન રેટ આસમાને પહોંચ્યો!

Tags :
BangladeshBangladesh Chief Advisor Mohammad YunusBangladesh courtBangladesh GovernmentBritish MP SentencedBritish MP Tulip Siddiqcorruption caseDhaka New Town ProjectGUJARAT FIRST NEWSGujarat Firstn NewsSheikh HasinaSheikh Hasina's NieceTop Gujarati Newsworld news
Next Article