Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bangladesh Political Crisis : ‘મને મહેલનો કેદી બનાવ્યો’, રાષ્ટ્રપતિ શહાબુદ્દીને ખોલી મોહમ્મદ યુનુસના ષડયંત્રની પોલ

બાંગ્લાદેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિએ જ્યારે પોતાની જ સરકારના વડા સામે મોરચો માંડ્યો હોય ત્યારે સ્થિતિ કેટલી ગંભીર હશે તેનો અંદાજ લગાવી શકાય છે. રાષ્ટ્રપતિએ એક જાણીતા અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં એવી વાતો કહી છે જે લોકશાહીના પાયા હચમચાવી દે તેવી છે. મહેલની ચાર દીવાલો વચ્ચે શું ખેલ ખેલાયો અને કઈ રીતે બંધારણને નેવે મૂકવામાં આવ્યું, તેની વિગતો રૂંવાડા ઉભા કરી દે તેવી છે.
bangladesh political crisis   ‘મને મહેલનો કેદી બનાવ્યો’  રાષ્ટ્રપતિ શહાબુદ્દીને ખોલી મોહમ્મદ યુનુસના ષડયંત્રની પોલ
Advertisement
  • Bangladesh Political Crisis  : રાષ્ટ્રપતિનો આરોપ યુનુસે બનાવ્યો 'મહેલનો કેદી'!
  • નોબેલ વિજેતા યુનુસ પર બંધારણના ઉલ્લંઘન અને પદ છીનવવાના ગંભીર આરોપ
  • મુખ્ય સલાહકારે 14 વિદેશ પ્રવાસની કોઈ જ જાણકારી રાષ્ટ્રપતિને ન આપી
  • બંગભવનમાં કેદ જેવું જીવન જીવવા મજબૂર કર્યા હોવાનો શહાબુદ્દીનનો દાવો
  • પૂર્વ મુખ્ય ન્યાયાધીશને બેસાડી રાષ્ટ્રપતિને હટાવવાનું રચાયું હતું ષડયંત્ર

Bangladesh Political Crisis  : બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Political Turmoil) વચ્ચે હવે રાષ્ટ્રપતિ અને વચગાળાની સરકાર વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને (President Mohammed Shahabuddin) નોબેલ વિજેતા અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ (Muhammad Yunus) પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. સ્થાનીય અખબાર 'કલેર કંઠો' ને આપેલી એક વિશેષ મુલાકાતમાં રાષ્ટ્રપતિએ ખુલાસો કર્યો કે યુનુસના શાસનકાળ દરમિયાન તેમને 'મહેલના કેદી' (Prisoner of the Palace) બનાવીને રાખવામાં આવ્યા હતા.

Muhammad Yunus Allegations

Advertisement

Bangladesh Political Crisis  : વિદેશ યાત્રા અંગે કોઈ જાણકારી અપાઈ ન હતી

રાષ્ટ્રપતિ શહાબુદ્દીને દાવો કર્યો હતો કે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ક્યારેય તેમની સાથે સંપર્ક રાખ્યો નહોતો કે પોતાની વિદેશ યાત્રાઓ વિશે કોઈ જાણકારી આપી નહોતી. બંધારણીય પ્રક્રિયાઓનું (Constitutional Processes) ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, "બંધારણ મુજબ મુખ્ય સલાહકારે રાષ્ટ્રપતિને લેખિત રિપોર્ટ આપવો અનિવાર્ય છે, પરંતુ યુનુસ મને મળવા સુદ્ધાં આવ્યા નહોતા." વધુમાં, તેમની પ્રસ્તાવિત વિદેશ યાત્રાઓ પર પણ સરકારે રોક લગાવી દીધી હતી, જે તેમના બંધારણીય અધિકારોનું હનન હતું.

Advertisement

 Mohammed Shahabuddin Interview

પદ પરથી હટાવવાનું ષડયંત્ર

સૌથી વિસ્ફોટક આરોપ પદ પરથી હટાવવાના ષડયંત્ર (Conspiracy to remove from post) અંગેનો છે. શહાબુદ્દીને જણાવ્યું કે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશને ગેરબંધારણીય રીતે રાષ્ટ્રપતિના પદ પર બેસાડવાના પ્રયાસો થયા હતા. તેમણે 22 ઓક્ટોબર 2024ની તે 'ભયાનક રાત' ને પણ યાદ કરી જ્યારે બંગભવન (Bangabhaban) બહાર હિંસક પ્રદર્શનો થયા હતા અને ભીડે લૂંટફાટનો પ્રયાસ કર્યો હતો, જેને સેનાની મદદથી રોકવામાં આવ્યો હતો. આ સિવાય, 133 જેટલા વટહુકમ (Ordinances) બહાર પાડવા અને અમેરિકા સાથેના કરારોની જાણકારી છુપાવવા બાબતે પણ તેમણે યુનુસ સરકારની આકરી ટીકા કરી છે. આ ખુલાસાએ બાંગ્લાદેશના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.

આ પણ વાંચો : Nepal Birgunj Curfew: નેપાળના બીરગંજમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, સેનાએ સંભાળ્યો મોરચો

Tags :
Advertisement

.

×