Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bangladesh : PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું, ઢાકામાં આર્મી ચીફે કરી પ્રેસ કોન્ફરન્સ...

બાંગ્લાદેશમાં હિંસાની આગ સળગી શેખ હસીનાએ આપ્યું રાજીનામું ઢાકાથી ભારત આવવા રવાના... પાડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ બધાની વચ્ચે ખબર મળી રહી છે કે, શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન રાજધાની ઢાકા...
bangladesh   pm શેખ હસીનાએ આપ્યું રાજીનામું  ઢાકામાં આર્મી ચીફે કરી પ્રેસ કોન્ફરન્સ
  1. બાંગ્લાદેશમાં હિંસાની આગ સળગી
  2. શેખ હસીનાએ આપ્યું રાજીનામું
  3. ઢાકાથી ભારત આવવા રવાના...

પાડોશી દેશ બાંગ્લાદેશ (Bangladesh) હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ બધાની વચ્ચે ખબર મળી રહી છે કે, શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP ની ટોચના નેતાઓ વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.

Advertisement

ઢાકામાં આર્મી ચીફની પ્રેસ કોન્ફરન્સ...

હિંસામાં કોઈ ફાયદો નથી. વચગાળાની સરકાર રચાશે. સાથે મળીને સુંદર ભવિષ્ય બનાવીશું. અમે બેઠકમાં તમામ દેશો સાથે મળીને ચર્ચા કરી છે અને તે ખૂબ સારી રહી. હું આદેશમાં છું. અમને થોડો સમય આપો, અમે ચોક્કસપણે કોઈ સારા ઉકેલ સુધી પહોંચી જઈશું. લોકોની હત્યા થઈ રહી છે, તેથી જ અમે આ જવાબદારી લીધી છે, અમને તમારા સહકારની જરૂર છે.

Advertisement

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીના ભારત જવા રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની બહેન પણ તેમની સાથે છે. શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને બળવોના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. કર્ફ્યુ અમલમાં છે. આ પહેલા સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.

Advertisement

બાંગ્લાદેશ (Bangladesh)માં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને, હજારો વિરોધીઓ લાંબા માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશ (Bangladesh)ની સ્થિતિ એવી જ બની રહી છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી. પાકિસ્તાન જેવા આંતરિક કલહથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશ (Bangladesh)માં લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી છે.

વિદ્યાર્થીઓની ઢાકા સુધીની લોંગ માર્ચ શા માટે?

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સોમવારે રાજધાની ઢાકા તરફ લોંગ માર્ચ માટે ભેગા થયા છે, અને PM શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી કર્ફ્યુને અવગણશે. ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલને સોમવારે એક દિવસીય લોંગ માર્ચનું આહ્વાન કર્યું હતું. આ લોંગ માર્ચને ધ્યાનમાં રાખીને, મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ અને બખ્તરબંધ વાહનો શેરીઓમાં પેટ્રોલિંગ કરતા જોઈ શકાય છે.

આ પણ વાંચો : Iran vs. Israel : બેઉં બળિયામાં સૌથી મોટું કોણ..?

100 થી વધુ લોકોના મોત થયા...

તમને જણાવી દઈએ કે, આના એક દિવસ પહેલા PM શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે દેશના વિવિધ ભાગોમાં અથડામણ થઈ હતી. આ અથડામણમાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. અથડામણ રવિવારે સવારે થઈ જ્યારે વિરોધીઓ 'ભેદભાવ સામે વિદ્યાર્થીઓ'ના બેનર હેઠળ આયોજિત 'અસહકાર કાર્યક્રમ'માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો જેના પગલે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.

આ પણ વાંચો : Bangladesh : 'ભારતીય નાગરિકોએ બાંગ્લાદેશની મુસાફરી ન કરવી જોઈએ', ભારતે એડવાઈઝરી જાહેર કરી...

સોનાને તૈનાત કરવામાં આવ્યા હતા...

આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુને અવગણીને હજારો વિરોધીઓ ઢાકાના શાહબાગ ચારરસ્તા પર લાંબી કૂચ માટે એકઠા થયા છે. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો : Attack : 24થી 48 કલાકમાં ઇરાન-ઇઝરાયેલ બાખડશે...?

Tags :
Advertisement

.