Taslima ની વિનંતી....અમિત શાહજી...પ્લીઝ.....
- બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન ફરી એકવાર ચર્ચામાં
- તેમણે ગૃહ મંત્રી અમિત શાહને મદદ માટે અપીલ કરી
- તેમની ભારતમાં રહેવાની પરમિટ રિન્યુ કરવા કરી વિનંતી
Taslima Nasreen : બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ પરિસ્થીતી બદલાઇ ગઇ છે. બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન (Taslima Nasreen) ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માંગી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર ગૃહ મંત્રી અમિત શાહને મદદ માટે અપીલ કરી છે. તેમણે X પર લખ્યું હતું કે તેમની ભારતીય નિવાસ પરમિટ જુલાઈમાં સમાપ્ત થઈ ગઈ હતી અને ગૃહ મંત્રાલય તેનું રિન્યુ કરી રહ્યું નથી.
પરવાનગી આપે તો તેઓ તેમની આભારી રહેશે
તસ્લીમાએ ભારતને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ પરેશાન છે કે તેની પરમિટ રિન્યુ કરવામાં આવી રહી નથી. તસ્લીમાએ અમિત શાહને વિનંતી કરી કે જો સરકાર તેમને ભારતમાં રહેવાની પરવાનગી આપે તો તેઓ તેમની આભારી રહેશે.
પરમિટ ક્યારે સમાપ્ત થઈ
તસ્લીમા નસરીને જણાવ્યું કે ભારતમાં તેની રહેઠાણ પરમિટ 27 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગઈ હતી. આ પછી, અનેક પ્રયાસો છતાં, ભારત સરકાર દ્વારા તેનું નવીકરણ કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો----16th BRICS Summit : PM મોદી રશિયાની બે દિવસીય મુલાકાતે, ચીન સાથે થઇ શકે છે દ્વિપક્ષીય વાર્તાલાપ
તસ્લીમા 1994થી ભારતમાં રહે છે
તમને જણાવી દઈએ કે તસ્લીમા પોતાના નીડર લેખન માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે કોમવાદના કટ્ટર ટીકાકાર છે. તસ્લીમા 1994થી ભારતમાં રહે છે. તે મૂળ બાંગ્લાદેશની છે પરંતુ બાંગ્લાદેશમાં મહિલાઓની સમાનતા પર સાંપ્રદાયિકતા અને ઇસ્લામિક કટ્ટરપંથીઓની સતત ટીકાને કારણે તેમણે દેશ છોડવો પડ્યો હતો.
તસ્લીમાએ ઘણા પુસ્તકો લખ્યા છે
તેમણે ભારત ઉપરાંત સ્વીડન, જર્મની, ફ્રાન્સ અને અમેરિકામાં નિર્વાસિત જીવન વિતાવ્યું છે. તસ્લીમાએ ઘણા પુસ્તકો લખ્યા છે, જેમાંના કેટલાક પ્રખ્યાત પુસ્તકો છે - 'લજ્જા' (1993), 'અમર માયેબેલા' વગેરે. તસ્લીમાના પુસ્તકોનો અંગ્રેજી, ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ, જર્મન સહિત વિશ્વની ત્રીસ ભાષાઓમાં અનુવાદ થયો છે.
આ પણ વાંચો---કેનેડા સાથેનાં તણાવ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન! કહ્યું- ભારત હળવા સંબંધોમાં..!