Gujrat Politics નાં 'બાપુ' શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવી પાર્ટી સાથે કરશે Entry!
- ગુજરાતનાં રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી થશે!
- શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવી પાર્ટી અસ્તિત્વમાં આવશે
- 22 ડિસેમ્બરનાં રોજ બાપુ નવા પક્ષની જાહેરાત કરશે
ગુજરાતની રાજનીતિનાં (Gujrat Politics) 'બાપુ' એટલે કે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. માહિતી છે કે, શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) ફરી એકવાર ગુજરાતનાં રાજકારણમાં નવા રાજકીય પક્ષ સાથે એન્ટ્રી કરવાના છે. પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવી પાર્ટી અસ્તિત્વમાં આવશે, જેની જાહેરાત 22 ડિસેમ્બરનાં રોજ કરાશે. પૂર્વ CM શંકરસિંહ વાઘેલા સમર્થકો સાથે નવી પાર્ટી બનાવશે.
આ પણ વાંચો - Junagadh : ગાદી માટે વિવાદ વકર્યો! બ્રહ્મલિન તનસુખગીરી બાપુના પરિજનોની ચીમકી!
22 ડિસેમ્બરનાં રોજ બાપુ નવા પક્ષની જાહેરાત કરશે!
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને (Shankarsinh Vaghela) લઈ એક મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. શંકરસિંહ વાઘેલા ફરી એકવાર નવા રાજકીય પક્ષ સાથે રાજનીતિનાં મેદાને એન્ટ્રી કરવાનાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 22 ડિસેમ્બરનાં રોજ શંકરસિંહ વાઘેલા નવા પક્ષની જાહેરાત કરશે. શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવા પક્ષની જાહેરાત કરવામાં આવશે. સમર્થકો સાથે આ જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો - Shaktisinh : 'ખ્યાતિકાંડ'ની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
નવી પાર્ટીનું નામ 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક' નક્કી કરાયું
શંકરસિંહ વાઘેલાની નવા પાર્ટીનાં નામની વાત કરીએ તો તેનું નામ હાલ 'પ્રજા શક્તિ ડેમોક્રેટિક' (Praja Shakti Democratic) નક્કી કરાયું હોવાની ચર્ચા છે. જ્યારે, એવી પણ માહિતી છે કે શંકરસિંહ વાઘેલા સીધી રીતે પાર્ટીનાં કોઈ હોદ્દા પર નહીં હોય. જણાવી દઈએ કે આ પહેલા પણ સપ્ટેમ્બર મહિનામાં એવા સમાચાર સામે આવ્યા હતા કે દશેરાનાં (Dussehra 2024) બીજા જ દિવસે નવા રાજકીય પક્ષની રચના અને લોન્ચિંગ માટે શંકરસિંહ વાઘેલા બાપુનાં નેતૃત્વમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરાશે. જો કે, ત્યાર બાદ કોઈ જાહેરાત ન થતા ચર્ચાઓ શાંત થઈ હતી. પરંતુ, હવે ફરી એકવાર શંકરસિંહ 'બાપુ' ને લઈ ચર્ચાઓને વેગ (Gujrat Politics) મળ્યો છે.
આ પણ વાંચો - PMJAY માટે કડક SOP બનાવવા CMનો આદેશ