Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Baramati Plane Crash : બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કઈ રીતે થયું હતું ક્રેશ? AAIB ની તપાસમાં અસલી કારણ આવ્યું સામે

બારામતીમાં (Baramati) થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તપાસ એજન્સીના પ્રારંભિક અહેવાલે એરફિલ્ડની સુરક્ષા અને હવામાનના નિયમો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પાયલોટના છેલ્લા શબ્દો અને રનવેની સ્થિતિ કંઈક અલગ દર્શાવે છે. આ અકસ્માત પાછળ માત્ર કુદરતી પરિબળો જવાબદાર હતા કે પછી કોઈ માનવીય ચૂક? તે જાણવું દરેક માટે અનિવાર્ય છે.
baramati plane crash   બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કઈ રીતે થયું હતું ક્રેશ  aaib ની તપાસમાં અસલી કારણ આવ્યું સામે
Advertisement
  • Baramati Plane Crash અંગે તપાસમાં ચોંકાવનારો ખુલાસો!
  • પૂર્વ CM અજિત પવાર સહિત 5 ના મોતનો મામલો
  • ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીમાં લેન્ડિંગનો પ્રયાસ
  • રનવેથી 50 મીટર દૂર ઝાડ સાથે અથડાયું વિમાન
  • એરફિલ્ડ પર આધુનિક સુવિધાઓનો અભાવ નડ્યો
  • તપાસ એજન્સી AAIB દ્વારા DGCA ને કડક ભલામણ

Baramati Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં 28 જાન્યુઆરી 2026ના રોજ થયેલા ભયાનક ચાર્ટર્ડ લિયરજેટ 45XR વિમાન દુર્ઘટના (Chartered Plane Crash) અંગે પ્રારંભિક તપાસ રિપોર્ટ (Preliminary Report) બહાર આવ્યો છે. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) સહિત કુલ પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ અકસ્માત પાછળ ખરાબ હવામાન અને એરફિલ્ડની મર્યાદિત સુવિધાઓ મુખ્ય કારણ હોઈ શકે છે.

પ્લેન ક્રેશ પાછળ વિઝિબિલિટી જવાબદાર

તપાસ એજન્સી AAIB (Aircraft Accident Investigation Bureau) મુજબ, બારામતી એક અનકંટ્રોલ્ડ એરફિલ્ડ (Uncontrolled Airfield) છે. અહીં માત્ર વિઝ્યુઅલ ફ્લાઇટ રૂલ્સ [VFR] હેઠળ જ ઉતરાણની મંજૂરી આપવામાં આવે છે, જેના માટે ઓછામાં ઓછી 5 કિલોમીટરની વિઝિબિલિટી (Visibility) અનિવાર્ય છે. જોકે, અકસ્માત સમયે ત્યાં માત્ર 3 કિલોમીટરની વિઝિબિલિટી હતી અને હવામાં હળવો ધુમ્મસ છવાયેલો હતો.

Advertisement

Advertisement

પાયલોટે રનવે-11 પર ઉતરવા માટે પ્રથમ પ્રયાસ કર્યો હતો

ઘટનાક્રમ મુજબ, પાયલોટે રનવે-11 પર ઉતરવા માટે પ્રથમ પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા 'ગો-અરાઉન્ડ' (Go-around) કરીને ફરી ચક્કર લગાવ્યું હતું. બીજા પ્રયાસ વખતે પાયલોટે રનવે દેખાતો હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ ગણતરીની સેકન્ડોમાં જ કોકપિટમાંથી ગભરાટભર્યા અવાજો સંભળાયા હતા. વિમાન રનવેથી 50 મીટર દૂર ડાબી બાજુએ ઝાડ સાથે અથડાયું અને ત્યારબાદ ઢોળાવવાળી જમીન પર પટકાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે વિમાનમાં તરત જ ભીષણ આગ (Fire) લાગી ગઈ હતી, જેમાં કોકપિટ અને કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.

Baramati Plane Crash  મામેલે AAIB ના રિપોર્ટમાં થયો ખુલાસો

AAIB ના રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે બારામતી એરફિલ્ડ પર આધુનિક નેવિગેશન સુવિધા (Navigation Aids) અને કાયમી હવામાન માપણી વ્યવસ્થાનો અભાવ હતો. રનવે માર્કિંગ પણ ઝાંખા પડી ગયા હતા. હાલમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) નું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સીએ DGCA ને ભલામણ કરી છે કે આવા અનકંટ્રોલ્ડ એરફિલ્ડ પર VFR નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને ઉતરાણની સુવિધાઓને વધુ સુરક્ષિત બનાવવામાં આવે.

આ પણ વાંચો : Foreign Tourist : "ના એટલે ના", મુંબઈમાં અજાણ્યા શખ્સોના ત્રાસનો ભોગ બની વિદેશી પર્યટક યુવતી

આ પણ વાંચો : US-Israel Iran War: ભારતનો 4.33 લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય ખતરામાં! સુરતના ઉદ્યોગોને શું અસર?

Tags :
Advertisement

.

×