Vadodra: બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું મંજૂર, ધારાસભ્ય દ્વારા કરાયો કૌભાંડનો આક્ષેપ
- બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું
- ગત રોજ મળેલી બોર્ડ મિટિંગમાં રાજીનામું મંજુર કરાયું
- અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ
- સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન
- ધારાસભ્ય દ્વારા કૌભાંડને લઈ રાજીનામું લેવાયાનો આક્ષેપ
બરોડા ડેરીના એમડી અજય જોશીએ એકાએક તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગત રોજ મળેલી બોર્ડ મિટિંગ માં અજય જોશીનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિનામાં પોતાના પદ પરથી એમડી અજય જોશીએ રાજીનામું આપ્યું હતું. રાજીનામામાં તેઓ દ્વારા અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. બરોડા ડેરીના મેનેજમેન્ટ દ્વારા ફેડરેશન સાથેની ચર્ચા બાદ નવા એમડીની નિયુક્તિ કરવામાં આવશે.
ધારાસભ્ય કેતન ઈનામદારે નિવેદન
બરોડા ડેરીના એમડી અજય જોશીના રાજીનામાને લઈ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારે નિવેદન આપ્યું હતું કે, તાજેતરમાં કેતન ઈનામદાર દ્વારા મેરાકુવા ગામે ડેરીના મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. રાજીનામાને બરોડા ડેરીમાં ગેરરીતિ થતી હોવાનો નમૂનો ગણાવાયો હતો.
આ પણ વાંચોઃ Surat : કામરેજ ખાતે માલધારી સંસદ યોજાઈ, સમાજના અનેક પ્રશ્નોને લઈ થઈ ચર્ચા
ધારાસભ્ય દ્વારા કરાયો આક્ષેપ
બરોડા ડેરીમાં ચાલતા કૌભાંડને લઈ ફેડરેશન દ્વારા રાજીનામું લેવાયાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમજ બરોડા ડેરીની તપાસ પર ભરોસો નથી. તેમ પણ કેતન ઈનામદાર દ્વારા જણાવ્યું હતું. જિલ્લા રજીસ્ટ્રાર અને સરકાર પર મને પૂરો ભરોસો છે. મેરાકુવા સાથે વડોદરા અને છોટા ઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની માંગ કરવામાં આવી છે. આજના રાજીનામા આપ્યા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા હોવાનું પણ તેઓ દ્વારા જણાવ્યું હતું. પોલીસે આપેલી તપાસમાં પણ તથ્ય બહાર આવશે.
આ પણ વાંચોઃ Botad : ગઢડાના માંડવધાર ગામ પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત