Syed Mushtaq Ali Trophy: બરોડાની ટીમે T20માં રચ્યો ઈતિહાસ, હાર્દિક-કૃણાલની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- બરોડાની ટીમે T20માં રચ્યો ઈતિહાસ
- હાર્દિક-કૃણાલની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- બરોડાએ તોડ્યો ઝિમ્બાબ્વેનો રેકોર્ડ
Syed Mushtaq Ali Trophy:કૃણાલ પંડ્યાના નેતૃત્વમાં બરોડાની ટીમે ઈતિહાસ (history)રચ્યો છે. ટીમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સિક્કિમ સામે સ્કોરબોર્ડ પર 349 રન બનાવ્યા છે. ટીમે ગુરુવારે ઈન્દોરમાં સિક્કિમ સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 349 રન બનાવીને T-20 ક્રિકેટનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ સાથે ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 300થી વધુ સ્કોર કરનારી પ્રથમ ટીમ બની છે.
બરોડાએ તોડ્યો ઝિમ્બાબ્વેનો રેકોર્ડ
આ ફોર્મેટમાં અત્યાર સુધીનો સૌથી વધુ ટીમ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ઓક્ટોબરમાં ઝામ્બિયા સામે 344 રન બનાવ્યા હતા. સિક્કિમ સામે ગત સિઝનની રનર અપ ટીમ માટે બેટ્સમેન ભાનુ પાનિયાએ માત્ર 51 બોલમાં 134 રન બનાવ્યા હતા. આ સિવાય અભિમન્યુ સિંહ, વિષ્ણુ સોલંકી અને શિવાલિક શર્માએ પણ અર્ધસદી ફટકારી હતી. આ પહેલા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર પંજાબના નામે હતો જેણે ગત સિઝનમાં આંધ્ર સામે 275 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો -સચિને પુત્રી Saraને સોંપી આ મહત્વની જવાબદારી
ભાનુ પાનિયાની ઇનિંગ્સમાં 15 છગ્ગાનો સમાવેશ થાય છે.
બરોડા ટીમ માટે 134 રન બનાવનાર પુનિયાએ પોતાની ઇનિંગમાં 15 સિક્સ અને પાંચ ફોરનો સમાવેશ કર્યો હતો. તેમના સિવાય શિવાલિકે 17 બોલમાં 55 રન, અભિમન્યુએ 17 બોલમાં 53 રન, વિષ્ણુ સોલંકીએ 16 બોલમાં 50 રન અને શાશ્વત રાવતે 16 બોલમાં 43 રન બનાવ્યા હતા. બરોડાના દાવ દરમિયાન કુલ 18 ચોગ્ગા અને 37 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જેના કારણે આ મેચ સિક્કિમના બોલરો માટે દુઃસ્વપ્ન બની ગઈ હતી. આ સાથે એક મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો નવો રેકોર્ડ પણ બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે ઝામ્બિયા સામે 27 સિક્સર ફટકારી હતી.
- T-20 ક્રિકેટમાં ટીમનો સર્વોચ્ચ સ્કોર
- બરોડા 349/5 વિ સિક્કિમ – 2024
- ઝિમ્બાબ્વે 344/4 વિ ઝામ્બિયા – 2024
- નેપાળ 314/3 વિ મોંગોલિયા – 2023
- ભારત 297/6 વિ બાંગ્લાદેશ – 2024