Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રીતે સામાન્ય AI ટૂલ બનાવીને કમાણી કરી શકો છો દર મહિને લાખોની

Basic AI Photo App : નોન-ટેક સંસ્થાઓમાં સૌથી વધુ AI ટૂલની માગ છે
આ રીતે સામાન્ય ai ટૂલ બનાવીને કમાણી કરી શકો છો દર મહિને લાખોની
Advertisement
  • 3 મહિના પછી તેઓની આવક 10 હજાર ડોલર થઈ ગઈ
  • નોન-ટેક સંસ્થાઓમાં સૌથી વધુ AI ટૂલની માગ છે
  • અનેક લોકો કોમેન્ટ કરીને અનેક સવાલો કરી રહ્યા છે

Basic AI Photo App : જ્યારે પણ આપણે AI ની વાત કરીએ છીએ, ત્યારે આપણા મનમાં અદ્યતન ટેક્નોલોજીનો વિચાર આવે છે. પરંતુ તમે ક્યારે પણ એ વિચાર કર્યો છે કે, આ AI ની મદદથી માલામાલ થઈ શકો છો. કારણ કે... આવો જ એક કિસ્સો ભારતમાંથી સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિએ AI ની મદદથી લાખોની આવક મેળવી છે. જોકે આ વ્યક્તિ એક સોફ્ટવેર ઇજનેર છે. આ વ્યક્તિએ આ અંગે એક પોસ્ટ કરી માહિતી આપી છે.

3 મહિના પછી તેઓની આવક 10 હજાર ડોલર થઈ ગઈ

આ પોસ્ટ Hitesh Choudhary દ્વારા એક્સ ઉપર શેર કરવામાં આવી છે. Hitesh Choudhary એ દાવો કર્યો છે કે, તે એક AI ટૂલની મદદથી દર મહિને 8.4 લાખની આવક મેળવે છે. તો Hitesh Choudhary એ નોન-ટેક્નિકલ સંસ્થામાં એક AI બનાવ્યું હતું. આ AI ટૂલની મદદથી લોકો તેઓ એક સામાન્ય એડિંટીગ તસવીરો મેળવી શકે છે. ત્યારે આજે આ AI ટૂલને બનાવ્યાના 3 મહિના પછી તેઓની આવક 10 હજાર ડોલર થઈ ગઈ હતી. એટલે કે, AI ટૂલમાંથી તેમને દર મહિને લાખોમાં રેવેન્યૂ મળતું હતું.

Advertisement

આ પણ વાંચો: આ Drone માત્ર દવાઓ જ નહીં, ઓર્ગન્સની પણ નિયત સમયમાં કરશે ડિલિવરી

Advertisement

નોન-ટેક સંસ્થાઓમાં સૌથી વધુ AI ટૂલની માગ છે

સોફટવેર ઈજનેર Hitesh Choudhary ના જણાવ્યા અનુસાર, નાના-મોટા AI ટૂલની ખુબ જ માગ છે. આ પ્રકારના AI ટૂલને બનાવ્યા બાદ તમે લાખોની આવક ટૂંકાગાળામાં થઈ શકે છે. તે ઉપરાંત નોન-ટેક સંસ્થાઓમાં સૌથી વધુ AI ટૂલની માગ છે. તે ઉપરાંત આ પ્રકારના AI ટૂલને બનાવી આપવા બદલ તમારી કારર્કીદિમાં પણ વિકાસ થાય છે. જોકે AI ટૂલની મદદથી Hitesh Choudhary ને ગ્રાહકના ઉપયોગ ઉપર પૈસા મળે છે.

અનેક લોકો કોમેન્ટ કરીને અનેક સવાલો કરી રહ્યા છે

ત્યારે Hitesh Choudhary ની આ વાયરલ પોસ્ટને અનેક લોકો દ્વારા શેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત Hitesh Choudhary ની આ પોસ્ટ ઉપર અનેક લોકો કોમેન્ટ કરીને અનેક સવાલો કરી રહ્યા છે. તે ઉપરાંત તેમની પાસે એઆઈ વિશે માહિતી પણ મેળવી રહ્યા છે. જેના કરાણે તેઓ પણ સરળતાથી Hitesh Choudhary ની જેમ આવક મેળવી શકે.

આ પણ વાંચો: ચીન જલ્દી જ લાવી રહ્યું છે Flying Cars! બનાવશે 1 લાખ કાર

Tags :
Advertisement

.

×