Batwara 1947 : સની દેઓલનો દમદાર અવતાર, પાર્ટીશન 1947'નું નવું ટીઝર મચાવશે ધૂમ, જાણો ક્યારે થશે રિલીઝ
Batwara 1947 : બોલિવૂડના 'એક્શન કિંગ' સની દેઓલ ફરી એકવાર મોટા પડદા પર ઈતિહાસના પાના પલટવા માટે તૈયાર છે. આમિર ખાન પ્રોડક્શન્સ અને દિગ્દર્શક રાજકુમાર સંતોષીની મહત્વાકાંક્ષી ફિલ્મ 'પાર્ટીશન 1947' ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલાની અત્યંત ભાવનાત્મક અને સંઘર્ષપૂર્ણ વાર્તા પર આધારિત છે.
Advertisement
Batwara 1947 : ફિલ્મના પ્રથમ ટીઝરે જ પ્રેક્ષકોના મન જીતી લીધા હતા, પરંતુ હવે ચાહકો તેના બીજા ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું બીજું ટીઝર 15 જુલાઈના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે.

