IPL 2026 Schedule : આઈપીએલ 2026 ના શિડ્યૂલનું એલાન, BCCI એ ખાલી 20 મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો
- IPL 2026 ના શિડ્યુલની જાહેરાત, 28 માર્ચથી થશે પ્રારંભ!
- પ્રથમ મેચ બેંગલુરુમાં RCB અને હૈદરાબાદ વચ્ચે રમાશે
- BCCI એ હાલમાં માત્ર પ્રથમ 15 દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો
- 4 રાજ્યોમાં ચૂંટણીને કારણે બાકીના શિડ્યુલમાં થયો વિલંબ
- ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે પંજાબ સામે કરશે અભિયાન શરૂ
- 15 દિવસમાં 20 મેચો અને 10 શહેરોમાં જામશે ક્રિકેટનો રંગ
IPL 2026 Schedule : ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આઈપીએલ 2026 (IPL 2026) ના શિડ્યુલની જાહેરાત કરી દીધી છે. જોકે, હાલમાં માત્ર પ્રથમ તબક્કાના કાર્યક્રમની જ જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 દિવસ દરમિયાન કુલ 20 રોમાંચક મેચો રમાશે.
પ્રથમ મુકાબલો અને ટીમોનો પ્રારંભ
સીઝનની શરૂઆત 28 માર્ચના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલાથી થશે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તેનો પ્રથમ મેચ 29 માર્ચે કોલકાતા સામે રમશે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 30 માર્ચે ગુવાહાટીમાં મેદાનમાં ઉતરશે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ની વાત કરીએ તો, તેઓ 31 માર્ચના રોજ પંજાબ કિંગ્સ સામે ટકરાશે.
🚨 IPL 2026 SCHEDULE IS OUT. 🚨
- The first phase IPL schedule is now out. (Express Sports). pic.twitter.com/K29G6kF6d7
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 11, 2026
ચૂંટણીની અસર અને IPL 2026 Schedule
BCCI એ હાલમાં માત્ર 28 માર્ચથી 12 એપ્રિલ સુધીનો જ કાર્યક્રમ જાહેર કર્યો છે. દેશના ચાર રાજ્યો - કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Elections) યોજાવાની હોવાથી, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બાકીનું શિડ્યુલ એપ્રિલમાં ચૂંટણીની તારીખો આવ્યા બાદ જાહેર કરવામાં આવશે.
મેચના આયોજનની વિગતો
આ 15 દિવસના ગાળામાં બે 'ડબલ હેડર' (Double Headers) મુકાબલા જોવા મળશે, જે 4 અને 5 એપ્રિલના રોજ રમાશે. કુલ 10 અલગ-અલગ વેન્યુ પર મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુવાહાટી અને કોલકાતામાં સૌથી વધુ 3-3 મેચો રમાશે. પ્રથમ પાંચ દિવસમાં જ તમામ 10 ટીમો પોતાની પ્રથમ મેચ રમી લેશે.
15 દિવસમાં 10 સ્થળોએ આઈપીએલ મેચ
IPL 2026 ની બધી 10 ટીમો પહેલા પાંચ દિવસમાં પોતાનો પહેલો મુકાબલો રમશે. ત્યારબાદ, બધી ટીમો માટે બીજા રાઉન્ડની મેચો 2 એપ્રિલથી શરૂ થશે. 15 દિવસના શેડ્યૂલમાં 10 IPL 2026 સ્થળોએ મેચો રમાશે. કોલકાતા અને ગુવાહાટી મહત્તમ સંખ્યામાં મેચોનું આયોજન કરશે, જેમાં દરેકમાં ત્રણ મેચ હશે, જ્યારે બાકીના સ્થળોએ બે-બે મેચનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : IPL 2026 : 'રહમાન ડકૈત' ની સ્ટાઈલમાં જાડેજાની એન્ટ્રી, વીડિયો થયો વાયરલ


