Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat શહેરમાં મિનરલ ડ્રિંકિંગ વોટર ખરીદતા પહેલા સાવધાન!

SMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના 14 ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા
surat શહેરમાં મિનરલ ડ્રિંકિંગ વોટર ખરીદતા પહેલા સાવધાન
Advertisement
  • સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ
  • મિનરલ ડ્રિંકિંગ વોટર (Mineral drinking water) પ્લાન્ટના નવ સેમ્પલ ફેલ
  • 14 ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પરથી પાણીના સેમ્પલ લેવાયા

સુરતમાં મિનરલ ડ્રિંકિંગ વોટર (Mineral drinking water) પ્લાન્ટના નવ સેમ્પલ ફેલ થયા છે. જેમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના 14 ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી 9 સેમ્પલ ફેલ જણાઇ આવ્યા છે. ફૂડ સ્ટાન્ડર્ડ મુજબ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઇ આવ્યા છે. તેમાં પ્રતિ લીટર પાણીમાં કેલ્શિયમની દસ ગ્રામ માત્રા હોવી જોઈએ જે ઓછી મળી આવતા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઇ આવ્યા છે.

પાણીમાં ક્લોરાઈડ અને હાર્ડનેસની માત્ર નિયત કરતાં ઓછી જોવા મળી

Advertisement

તમામ ડ્રિન્કિંગ વોટર (Mineral drinking water) પ્લાન્ટના ધારકો સામે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આ તમામ મિનરલ ડ્રિંકિંગ વોટર (Mineral drinking water) પ્લાન્ટ સામે ફૂડ એજ્યુકેટીંગ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના વિવિધ ઝોનમાંથી 14 સ્થળેથી પાલિકાની ટીમે મિનરલ વોટરના સેમ્પલ લીધા હતા. જેમાં તમામ સેમ્પલની તપાસ બાદ સામે આવ્યું છે કે 14માંથી 9 નમુના ફેલ થયા છે. હવે ફેલ ગયેલા નમૂના સામે યોગ્ય તપાસ કરવામાં આવશે. જેમાં શહેરમાં વધુ તપાસ કરતા કેટલાય મિનરલ વોટરના પ્લાન્ટ સામે ગુણવત્તાનો સવાલ ઉભો થશે. ત્યારે આ 9 પ્લાન્ટ દ્વાર અપાતા પાણીની ગુણવત્તા યોગ્ય ન હોવાનો ખુલાસો થયો છે તેમાં PH મૂલ્ય જરૂરી કરતાં નીચે જોવા મળ્યું તથા ક્લોરાઈડ અને હાર્ડનેસની માત્ર નિયત કરતાં ઓછી જોવા મળી છે. એટલે આ પાણી પીવા લાયક નથી આવું પાણી પીવાથી માનવીય શરીરમાં રોગ થઈ શકે છે. જેમાં ઝાડા-ઉલટી, હાડકાની બીમારી સહિતના રોગનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: ઠંડીના ચમકારા વચ્ચે આ શહેરોમાં કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી

શહેરો આ તમામ જગ્યાએ મિનરલ પાણી (Mineral drinking water)ના નામે મોટો વેપાર

પાણી દરેકની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે હાલ શહેરોમાં શુદ્ધ પાણીની અછત રહે છે. ત્યારે મહાનગર હોય કે પછી નાના શહેરો આ તમામ જગ્યાએ મિનરલ પાણી (Mineral drinking water)ના નામે મોટો વેપાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરીજનો આ પ્લાન્ટમાંથી રોજ કરોડો લીટર પાણી પીવા માટે રૂપિયા આપી ખરીદે છે. સુરત શહેરમાં તપાસ કરી ત્યારે મિનરલ વોટરનું સત્ય સામે આવ્યું છે. જેમાં આ મિનિરલ પાણીના નામે ખરાબ પાણી લોકોને રૂપિયા લઇ આપી રહ્યાં છે ત્યારે તંત્રએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેમ લોકોમાં ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: VADODARA : વેશ પલટો કરીને મહારાષ્ટ્ર પહોંચેલી પોલીસે લૂંટ-ખુન કેસનો આરોપી દબોચ્યો

Tags :
Advertisement

.

×