Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, કેનાલમાં પ્રેમી પંખીડાએ એકબીજાને વળગીને જીવન ટૂંકાવ્યું

મહેસાણાના બહુચરાજીમાં એક એવી ઘટના બની છે જેણે સાંભળનારના કાળજા કંપાવી દીધા છે. માત્રાસણ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસે કંઈક એવું બન્યું કે યુવક-યુવતીએ મોતની છલાંગ લગાવવી પડી. જ્યારે ફાયરની ટીમે કેનાલમાંથી બંનેને બહાર કાઢ્યા ત્યારે જે સ્થિતિમાં મૃતદેહ મળ્યા તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.
mehsana  પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ  કેનાલમાં પ્રેમી પંખીડાએ એકબીજાને વળગીને જીવન ટૂંકાવ્યું
Advertisement
  • Mehsana ના બહુચરાજીના માત્રાસણ ગામ પાસે સર્જાઈ કરુણ ઘટના
  • બહુચરાજીની નર્મદા કેનાલમાં પ્રેમી યુગલની મોતની છલાંગ!
  • કેનાલમાંથી એકબીજાને વળગી પડેલી હાલતમાં મળી આવ્યા મૃતદેહ
  • મહેસાણા ફાયર વિભાગની ટીમે 3 કલાકની જહેમત બાદ કાઢ્યા મૃતદેહ
  • પ્રેમ પ્રકરણમાં આત્યંતિક પગલું ભર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન
  • મોત પાછળનું સચોટ કારણ જાણવા પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ''

Mehsana: મહેસાણા જિલ્લાના બહુચરાજી (Becharaji) તાલુકાના માત્રાસણ ગામ (Matrasan Village) પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પસાર થતી નર્મદા કેનાલમાં (Narmada Canal) એક યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

Advertisement

Mehsana:  યુગલે ગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની (Mehsana Municipality Fire Department) ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા કેનાલમાં સતત 3 કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

Advertisement

બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, ત્યારે યુવક અને યુવતી એકબીજાને ભેટી પડેલી એટલે કે વળગી પડેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ પ્રકરણ (Love Affair) હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, બંને ક્યા ગામના છે અને ક્યા સંજોગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: UP માં મંત્રીમંડળમાં મોટો ફેરબદલ, ભૂપેન્દ્ર ચૌધરી અને મનોજ પાંડે સહિત 6 નવા ચહેરાઓને સ્થાન

Tags :
Advertisement

.

×