Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujaratમાં શિયાળાની શરુઆત, મોટાભાગના શહેરોમાં પારો 20 ડિગ્રીની નીચે

ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે Gujarat Winter : ગુજરાતમાં શિયાળા (Gujarat Winter)ની શરુઆત થઇ ચુકી છે. મોટાભાગના વિસ્તારોમાં સવારે...
gujaratમાં શિયાળાની શરુઆત  મોટાભાગના શહેરોમાં પારો 20 ડિગ્રીની નીચે
Advertisement
  • ગુજરાતમાં શિયાળાની શરુઆત થઇ
  • રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું
  • ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું
  • આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે

Gujarat Winter : ગુજરાતમાં શિયાળા (Gujarat Winter)ની શરુઆત થઇ ચુકી છે. મોટાભાગના વિસ્તારોમાં સવારે અને સાંજ પછી વાતાવરણ ઠંડુ થઇ જાય છે. સવાર-સાંજ લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં તાપમાનમાં ઘટાડાનો સિલસિલો યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તે જ સમયે, કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે. ગઈકાલે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

ગાંધીનગર સૌથી ઠંડું શહેર બન્યું

જેમ જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રવિવારે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રીથી 25.4 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. શહેરમાં સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં સવારથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થશે

એવું માનવામાં આવે છે કે રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાભાગે શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે. બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. ઠંડા પવનો પણ ફૂંકાવા લાગશે. આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે.

આ પણ વાંચો----Gujarat માં બિલ્લી પગે શિયાળાનું આગમન, ફુલગુલાબી ઠંડીનો અહેસાસ

Tags :
Advertisement

.

×