Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bengaluru Stampede : બેંગલુરુ નાસભાગ કેસમાં RCB ના માર્કેટિંગ હેડની એરપોર્ટથી ધરપકડ

Bengaluru Stampede Case Update : નિખિલ સોસલે મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જો કે, એરપોર્ટ પહોંચતા જ પોલીસે પકડી લીધો
bengaluru stampede   બેંગલુરુ નાસભાગ કેસમાં rcb ના માર્કેટિંગ હેડની એરપોર્ટથી ધરપકડ
Advertisement
  • બેંગલુરૂ નાસભાગ કેસમાં એક પછી એક અટકાયતનો દોર શરૂ
  • માર્કેટિંગ હેડ પહેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ત્રણની અટકાયત કરાઇ
  • મુખ્યમંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારી સહિત અનેકની બદલી કરી દીધી છે

Bengaluru Stampede Case Update : IPl ની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની પોલીસે ધરપકડ કરી છે. 4 જૂને બેંગલુરુમાં RCBની વિજય પરેડ પહેલા થયેલી નાસભાગના કેસમાં પોલીસે આ પહેલી ધરપકડ કરી છે. ઉપરાંત 3 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે અગાઉ આ મામલે FIR નોંધી હતી. જે બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, નિખિલ સોસલે મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જો કે, એરપોર્ટ પહોંચતાની સાથે જ પોલીસે તેને પકડી લીધો હતો. બેંગલુરુમાં આરસીબીની જીત બાદ વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડમાં તેની ગંભીર ભૂમિકા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને નિખિલની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા.

Advertisement

મૃતકોના પરિવારોને નાણાકીય સહાયની જાહેરાત

આ ધરપકડને મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે, આરોપીની પુછપરછમાં આગામી દિવસોમાં મોટા ખુલાસા થઈ શકે છે. આ અગાઉ RCB એ ભાગદોડમાં જીવ ગુમાવનારા 11 મૃતકોના પરિવારોને રૂ. 10 - 10 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.

Advertisement

ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી

અત્રે નોંધનીય છે કે, બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી નાસભાગમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. અને અનેક ઘાયલ થયા હતા. જે બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સ, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) અને અન્ય અજાણ્યા લોકો વિરૂદ્ધ ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.

શેષાદ્રિપુરમના એસીપીને તપાસ સોંપાઇ

પોલીસે ડીએનએ સ્ટાફના ત્રણ સભ્યો કિરણ, સુમંત અને સુનીલ મેથ્યુની અટકાયત કરી છે. હાલમાં, તેમની ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેષાદ્રિપુરમના એસીપી તપાસ ચલાવી રહ્યા છે.

IPS સીમંત કુમાર સિંહ નવા પોલીસ કમિશનર નિમાયા

આ કેસમાં અગાઉ સીએમ સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં થયેલી ભાગદોડ માટે પોલીસને જવાબદાર ઠેરવી હતી. જે બાદ પોલીસ કમિશનર સહિત ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે પછી IPS અધિકારી સીમંત કુમાર સિંહને બેંગલુરુના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો --- Bengaluru stamped :11 લોકો મોત માટે પોલીસ જવાબદાર? CM સિદ્ધારમૈયાનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×