ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Be careful ! યુ-ટ્યુબ પરથી જોઈને તૈયાર કરેલી દેશી બંદૂકે છીનવી લીધી 125 આંખોની રોશની

Be careful! દેશી જૂગાડ કરતાં તેના ખતરાઓ વિશે પણ જાણી લેવું જરૂરી છે, કેમ કે આવા જ એક જૂગાડે 125થી વધારે લોકોના જીવન સાથે ચેડા કરી દીધા છે. વાત છે યુ-ટ્યુબ પર આવતા અવનવા વીડિયો અને તેમાં બતાવવામાં આવતા જૂગાડ વિશેની, દિવાળી નજીક હોવાથી સોશિયલ મીડિયામાં બંદૂક બનાવતા વીડિયો જોવા મળ્યા અને તે પછી શરૂ થયો આંખોની રોશની જવાનો સિલસિલો.. વાંચ સંપૂર્ણ અહેવાલ
01:54 PM Oct 23, 2025 IST | Mujahid Tunvar
Be careful! દેશી જૂગાડ કરતાં તેના ખતરાઓ વિશે પણ જાણી લેવું જરૂરી છે, કેમ કે આવા જ એક જૂગાડે 125થી વધારે લોકોના જીવન સાથે ચેડા કરી દીધા છે. વાત છે યુ-ટ્યુબ પર આવતા અવનવા વીડિયો અને તેમાં બતાવવામાં આવતા જૂગાડ વિશેની, દિવાળી નજીક હોવાથી સોશિયલ મીડિયામાં બંદૂક બનાવતા વીડિયો જોવા મળ્યા અને તે પછી શરૂ થયો આંખોની રોશની જવાનો સિલસિલો.. વાંચ સંપૂર્ણ અહેવાલ

Be careful! : દિવાળી પહેલા જ યુ-ટ્યુબ અને સોશિયલ મીડિયા પર જૂગાડથી દેશી બંદૂક બનાવવાના વીડિયો વાયરલ થઈ રહ્યાં હતા. આ વીડિયોમાં 200 રૂપિયા જેટલા ઓછા ખર્ચમાં દેશી બંદૂક બનાવવાની ટેકનિક શીખવવામાં આવે છે. જણાવી દઈએ કે, આવા એક નહીં પરંતુ અનેક વીડિયો હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યાં હતા. જેમાં ફટાકડાનો ખર્ચ ઘટાડવા દેશી બંદૂક બનાવવાનું કહેવામાં આવે છે. આ જૂગાડું બંદૂક ખેડૂતો માટે પણ ઉપયોગ હોવાનું કહેવામાં આવે છે. કેમ કે આ બંદૂકથી મોટો અવાજ કરીને ખેતરોમાં આવતા જાનવરોને ભગાડવાનો પણ તર્ક આપવામાં આવ્યો છે. જોકે, આ વીડિયો જોઈને જે લોકોએ દેશી બંદૂક બનાવી તેમાથી અનેક લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે.

ભોપાળની એક હોસ્પિટલથી આવેલા સમાચાર ચોંકાવનારા છે. 150-200 રૂપિયાની કાર્બાઈડ ગને આ વખતે બાળકો અને યુવાનોની આંખોની રોશનીને જોખમમાં મુકી દીધી છે. હોસ્પિટલોના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 125થી વધુ લોકો આ વિસ્ફોટક જુગાડની ચપેટમાં આવી ગયા છે. આમાં મોટા ભાગના દર્દી 8થી 14 વર્ષની વચ્ચેના બાળકો છે, પરંતુ 7 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના પુખ્ત વયસ્કો પણ અસરગ્રસ્ત થયા છે.

આ ગન શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

આ દેશી ગને ગેસ લાઈટર, પ્લાસ્ટિક પાઈપ અને સરળતાથી મળી જતા કાર્બાઈડ (કેલ્શિયમ કાર્બાઈડ)થી સરળ વિધિથી બનાવવામાં આવે છે. પાઈપમાં ભરેલા કાર્બાઈડને જ્યારે પાણી સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે એસીટીલીન ગેસ ઉત્પન્ન થાય છે. એક નાની જેટલી ચિનગારી મળતાં જ તીવ્ર વિસ્ફોટ થાય છે અને પાઈપ તૂટતાં નીકળતા પ્લાસ્ટિકના નાના-નાના ટુકડા, જેમ કે છરા સહિતના કર્બાઈડના ટૂકડા સીધા શરીરમાં ખાસ કરીને આંખોમાં ઘૂસીને ગંભીર ઇજા કરે છે. ઘણી વખત બાળકો જિજ્ઞાસાથી ઝાંખે છે અને તે જ ક્ષણે વિસ્ફોટ થઈ જાય છે, જેનાથી મોઢા, આંખો અને કોર્નિયાને ગંભીર નુકસાન થાય છે.

ભોપાલની હોસ્પિટલોમાં આવતા દર્દીઓની રિપોર્ટમાં જણાવાયું છે કે 100માંથી 20-30 ટકા કેસમાં ગંભીર નુકસાન જોવા મળ્યું છે. ઘણા લોકોને તાત્કાલિક ઓપરેશનની જરૂર પડી અને કેટલાક કેસમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ પણ કરવાનું પડ્યું. જેને હળવી બળતરાની ઇજા હતી તેમને પટ્ટી બાંધીને ઘર મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ ગંભીર કેસો માટે હવે ઓપરેશનની તૈયારી ચાલી રહી છે.

આંખોમાં કેમિકલ બર્ન

નેત્રરોગ વિશેષજ્ઞ ડૉ. અદિતિ દુબેએ જણાવ્યું, "અમારી પાસે 7 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના લોકો આવ્યા છે. આ દિવાળીમાં અમે કાર્બાઈડ બોમ્બથી એક વિશેષ પ્રકારની ઇજા જોઈ. ઘણા કેસમાં કેમિકલના ઉપયોગને કારણે આંખોમાં કેમિકલ બર્નથી ભયંકર બળતરા થાય છે. 20થી 30 ટકા લોકોને ખૂબ જ ગંભીર નુકસાન થયું છે, જેમના માટે ઓપરેશન કરવામાં આવ્યું છે. જેનો બર્ન ઓછો હતો તેને સારવાર પછી ઘર મોકલી દેવામાં આવ્યા છે. ભવિષ્યમાં ઓપરેશનના પરિણામોથી જ ખબર પડશે કે કોને કેટલો લાભ થશે?"

ડૉક્ટરનું આ સ્પષ્ટ નિવેદન જણાવે છે કે માત્ર બાહ્ય ઇજા જ નહીં, પરંતુ કેમિકલ બર્નને કારણે આંખની આંતરિક રચના પણ અસરગ્રસ્ત થઈ છે, જે આંખોની રોશનીને હંમેશા માટે ખતમ કરી શકે છે.

જાગૃતિ અભિયાન જરૂરી

પરિવારોમાં ગંભીર ચિંતાનો માહોલ છે. માતા-પિતા કહે છે કે સસ્તી કિંમત અને સરળતાથી મળતી જતી સામગ્રીએ આ ઘાતક જુગાડને પ્રોત્સાહન આપ્યું છે. વિશેષજ્ઞોનો સૂચન છે કે બજારોમાં કાર્બાઈડ અને આવા તત્વોની ઉપલબ્ધતા પર નિયંત્રણ તેમજ લોકોમાં જાગૃતિ અભિયાન જરૂરી છે.

શાળાઓમાં બાળકોને જોખમો વિશે શિક્ષિત કરવા અને ઘરોમાં દિવાલો પર ચેતવણીઓ ચોંટાડવી પણ મદદરૂપ થશે. નાગરિકોની જવાબદારી સાથે વહીવટની પણ મોટી ભૂમિકા બને છે જેમ કે વેચાણ પર પ્રતિબંધ, હોલસેલ સપ્લાયર્સ સામે કાર્યવાહી અને તહેવારોના સમયે કડક તપાસ આવશ્યક છે.

આ પણ વાંચો- Bihar : તેજસ્વી મહાગઠબંધનના સીએમ, તો મુકેશ સહની બનશે ડેપ્યુટી સીએમ ફેસ, પ્રેસકોન્ફ્રન્સમાં મોટી જાહેરાત

Tags :
#AwarenessCampaign#BhopalDiwaliAccidents#CarbideGun#ChemicalBurn#EyeLightChildSafety
Next Article