Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : ભરૂચની સગીરાને ફોસલાવી પોતાના વતન લઈ જતો યુવક સુરત એરપોર્ટથી ઝડપાયો

ભરૂચની (Bharuch) હોટલમાં નોકરી કરતો યુવક અને હોટેલ નજીકના વિસ્તારમાં રહેતી સગીરા એકબીજાના સંપર્કમાં આવતા બંને વચ્ચે 5 વર્ષથી પ્રેમસંબંધ હતો. દરમિયાન, યુવક સગીરાને ઘર પાસેથી ભગાવી પોતાનાં વતન બિહાર લઈ જાય તે પહેલા જ સુરતનાં એરપોર્ટ પરથી યુવકને ઝડપી...
bharuch   ભરૂચની સગીરાને ફોસલાવી પોતાના વતન લઈ જતો યુવક સુરત એરપોર્ટથી ઝડપાયો
Advertisement

ભરૂચની (Bharuch) હોટલમાં નોકરી કરતો યુવક અને હોટેલ નજીકના વિસ્તારમાં રહેતી સગીરા એકબીજાના સંપર્કમાં આવતા બંને વચ્ચે 5 વર્ષથી પ્રેમસંબંધ હતો. દરમિયાન, યુવક સગીરાને ઘર પાસેથી ભગાવી પોતાનાં વતન બિહાર લઈ જાય તે પહેલા જ સુરતનાં એરપોર્ટ પરથી યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બંનેનાં મેડિકલ પરીક્ષણ (Medical Examination) કરાવવાની કવાયત હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

'તું સોસાયટીની બહાર ઊભી રહેજે' કહી યુવકે યુવતીને ભગાડી

ભરૂચનાં (Bharuch) પશ્ચિમ વિસ્તારની એક સોસાયટીમાં રહેતી સગીરાને (ઉંમર 14 વર્ષ) નજીકમાં આવેલ હોટેલ પર નોકરી કરતા યુવક સાથે છેલ્લા 5 વર્ષથી સંપર્ક હતો. બંને ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાન યુવક નુઝર ઉર્ફે નઝુર કયુમ શેખે (ઉંમર વર્ષ 19 અને 7 મહિના) સગીરાને ફોન કરીને કહ્યું હતું કે, 'તું સોસાયટીની બહાર ઊભી રહેજે, હું તને લેવા માટે આવું છું અને પછી આપણે મારા વતન ભાગી જઈશું.' યુવકે ફોન પર કરેલી વાત પ્રમાણે સગીરા પણ સોસાયટીની બહાર ઊભી રહી હતી અને થોડા સમય પછી નુઝર સગીરાને ત્યાંથી લઈ જઈ સુરત એરપોર્ટ (Surat Airport) પોતાનાં વતન જવા માટે પહોંચ્યો હતો. જો કે, તે દરમિયાન જ એરપોર્ટ પર જ યુવક ખુલ્લા મોઢે હોવાનાં કારણે તેની ઓળખ થઈ હતી અને તેની સાથે બુરખામાં રહેલી યુવતી કોણ છે ? તેની તપાસ કરતા ભરૂચથી ગુમ સગીરા હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

Advertisement

Advertisement

યુવક અને યુવતી સુરત એરપોર્ટ પરથી ઝડપાયા

આ મામલે પોલીસે બંને લોકોને ભરૂચ બી ડિવિઝન પોલીસને (Bharuch B Division Police) સોંપતા બંનેનાં મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે અપહરણ અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. ઉપરાંત, બંને વચ્ચે કોઈ શારિરીક સંબંધ થયા છે કે કેમ ? તેના પણ મેડિકલ પરીક્ષણ બાદ વધુ કલમનો ઉમેરો કરવામાં આવશે તેમ બી ડિવિઝન પોલીસ મથકનાં પીઆઈ એસ.ડી ફુલતરિયાએ જણાવ્યું હતું.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Kutch : મુન્દ્રા કસ્ટમે રૂ.100 કરોડનાં ગેરકાયદેસર માદક દ્રવ્યનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો - Surat : પ્રભુનગર નજીક દેહ વ્યાપારનાં રેકેટનો પર્દાફાશ, ગ્રાહક-સંચાલક સુધી 5 ઝડપાયા

આ પણ વાંચો - Surat : L&T કંપનીનાં યાર્ડમાંથી કરોડોની પાઈપની ચોરી કરનારા વોન્ટેડ આરોપી સહિત 3 ઝડપાયા

Tags :
Advertisement

.

×