Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : વધુ એક ગમખ્વાર અકસ્માત! ઇકો કાર અને ટ્રક ધડાકાભેર અથડાયાં, 6 નાં મોત!

ભરૂચમાં એક વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.
bharuch   વધુ એક ગમખ્વાર અકસ્માત  ઇકો કાર અને ટ્રક ધડાકાભેર અથડાયાં  6 નાં મોત
Advertisement
  1. Bharuch માં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં મોત!
  2. ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 3 લોકો ઘવાયા
  3. જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે જબરદસ્ત અકસ્માત

ભરૂચમાં (Bharuch) એક વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જંબુસર-આમોદ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે જબરદસ્ત અકસ્માત થતાં 6 જેટલા લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. જ્યારે 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Rajkot : વહેલી સવારે રૂરલ LCB એ બુટલેગરોની ઠંડી ઉડાડી! વિદેશી દારૂનાં જથ્થા સાથે 2 ની ધરપકડ

Advertisement

જંબુસર-આમોદ રોડ પર ઇકો કાર-ટ્રક વચ્ચે અકસ્માત

ભરૂચ જિલ્લામાં (Bharuch) ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ અકસ્માત જંબુસર-આમોદ રોડ (Jambusar-Amod road) પર થયો છે. જ્યાં એક ઇકો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ 6 જેટલા લોકોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા હોવાનાં સમાચાર છે. જ્યારે, 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મગણાદ ગામ પાસે આવેલી કૃષ્ણા હોટેલ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાની માહિતી છે.

Advertisement

આ પણ વાંચો - Vadodara : પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે 2 પોલીસકર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી!

ઇકો કારમાં સવાર 6 જેટલા લોકોનાં મોત!

પ્રાથમિક માહિતી અનુસાર, ઇકો કારમાં (Eeco Car) સવાર 6 જેટલા મુસાફરોનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. ઇકો કાર ભરૂચ તરફથી આવતી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં (Jambusar Referral Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે જંબુસર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતનાં પ્રવાસે, સ્નેહમિલન સમારોહમાં કરી આ ટકોર!

Tags :
Advertisement

.

×