Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : હાંસોટ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત! કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ, 3 નાં મોત

આ અક્સમાતમાં કારમાં સવાર 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
bharuch   હાંસોટ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત  કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ  3 નાં મોત
Advertisement
  1. Bharuch માં હાંસોટનાં શેરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત
  2. વહેલી સવારે પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાઈ
  3. કારમાં સવાર 3 લોકોનાં કમકમાટી ભર્યા મોત

ભરૂચમાં (Bharuch) ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો છે. હાંસોટનાં શેરા ગામ નજીક વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અક્સમાતમાં કારમાં સવાર 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે હાંસોટ પોલીસની (Hansot Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં સવાર પરિવાર ભાવનગરથી (Bhavnagar) સુરત જઈ રહ્યો હતો.

આ પણ વાંચો - Surat : SMC નાં અધિકારીએ મોડી રાતે સર્જ્યો અકસ્માત! લોકોએ પકડ્યો તો પરિવારજનો છોડાવી ગયા!

Advertisement

પૂરપાટ ઝડપે આવતી કાર વૃક્ષ સાથે અથડાઈ, 3 નાં મોત

ભરૂચ જિલ્લાનાં (Bharuch) હાંસોટ તાલુકાનાં શેરા ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, એક પરિવાર કારમાં સવાર થઈને ભાવનગરથી સુરત (Surat) તરફ જઈ રહ્યો હતો. દરમિયાન, કારની સ્પીડ વધુ હોવાથી ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને કાર રસ્તાની સાઇડમાં ઊભેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોનાં સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Dev Diwali 2024 : અંબાજી અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર, કિંજલ દવેએ મા અંબાનાં દર્શન કર્યા

કારના ફુરચેફુરચા ઊડી ગયા

વહેલી સવારે કાર અકસ્માતની જાણ થતાં હાંસોટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા.

આ પણ વાંચો - Valsad : પારડીમાં શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા ચકચાર! પોલીસને આ છે આશંકા!

Tags :
Advertisement

.

×