Bhruch : દહેજની કંપનીમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ વીડિયો
- ભરૂચના દહેજમાં એક બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ
- બિલ્ડિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
- આગની ઘટનાને લઈ ફાયર વિભાગ દોડી આવ્યું
દહેજ જીઆઈડીસામાં આવેલ એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા આજુબાજુની કંપીમાં કામ કરી રહેલ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને કરતા ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કંપનીમાં લાગી વિકરાળ આગ
ભરૂચની દહેજમાં એક બિલ્ડીંગમાં અચાનક સાંજના સુમાર વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ઝઘ[ડિયા GIDC ની એક કંપનીમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર ખસેડ્યા હતા.
-ભરૂચના દહેજમાં એક બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ
-બિલ્ડિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
-આગની ઘટનાને લઈ ફાયર વિભાગ દોડી આવ્યું
-ઘટનાની જાણ થતા દહેજ પોલીસ પણ દોડી આવી#Gujarat #bharuch pic.twitter.com/sZtqPBbX27— Gujarat First (@GujaratFirst) May 25, 2025
આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેલ્ડિંગ કરતી વખતે સ્ટોરેજ કેમિકલમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટોરેજ કેમિકલમાં અચાનક આગ લાગતા તે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે એક કિલોમીટર દૂર સુધી આકાશમાં ધૂમાડાનાં ગોટે ગોટા જોવા મળ્યા હતા.
કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી
દહેજની એક કંપનીમાં આગ લાગતા લાખો રૂપિયાનું કંપનીને નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગ્રેડ દ્વારા આગ ઓલવ્યા બાદ જ માલુમ પડે કે કેટલનું નુકસાન થવા પામ્યું છે. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી.
આ પણ વાંચોઃ Gujarat Rain : હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ