ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhruch : દહેજની કંપનીમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ વીડિયો

ભરૂચના દહેજમાંમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગતા ઘટના સ્થળે ફાયર વિભાગ દોડી આવ્યું હતું.
08:09 PM May 25, 2025 IST | Vishal Khamar
ભરૂચના દહેજમાંમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગતા ઘટના સ્થળે ફાયર વિભાગ દોડી આવ્યું હતું.
bharuch aag gujarat first

દહેજ જીઆઈડીસામાં આવેલ એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા આજુબાજુની કંપીમાં કામ કરી રહેલ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને કરતા ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

કંપનીમાં લાગી વિકરાળ આગ

ભરૂચની દહેજમાં એક બિલ્ડીંગમાં અચાનક સાંજના સુમાર વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ઝઘ[ડિયા GIDC ની એક કંપનીમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી લોકોને દૂર ખસેડ્યા હતા.

આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેલ્ડિંગ કરતી વખતે સ્ટોરેજ કેમિકલમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટોરેજ કેમિકલમાં અચાનક આગ લાગતા તે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે એક કિલોમીટર દૂર સુધી આકાશમાં ધૂમાડાનાં ગોટે ગોટા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃBy-Election : ભાજપ-કોંગ્રેસ-આપ માટે મહત્વની બેઠક વિસાવદર પર ત્રિપાંખીયો જંગ, દિગ્ગજોએ આપી પ્રતિક્રિયા

કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી

દહેજની એક કંપનીમાં આગ લાગતા લાખો રૂપિયાનું કંપનીને નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગ્રેડ દ્વારા આગ ઓલવ્યા બાદ જ માલુમ પડે કે કેટલનું નુકસાન થવા પામ્યું છે. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી.

આ પણ વાંચોઃ Gujarat Rain : હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Tags :
Bharuch FireDahej GIDCfire in Dahej Chemical Companyfire in Shweta Chemical CompanyGujarat FirstGUJARAT FIRST NEWS
Next Article