ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : હોસ્પિટલની બિલ્ડિંગમાં ચાલે છે 'School' ? Gujarat First નાં અહેવાલની ધારદાર અસર

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ શિક્ષણ વિભાગની કાર્યવાહી (Bharuch) ઝાડેશ્વર વિસ્તારમાં સાર્વજનિક હોસ્પિટલમાં ચાલતી હતી શબરીધામ સ્કૂલ! ટ્રસ્ટીઓએ રૂપિયા કમાવવા બિલ્ડિંગના કેટલાક રૂમ સ્કૂલ સંચાલકોને ભાડે આપ્યાનો ખુલાસો ભરૂચનાં (Bharuch) ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સાર્વજનિક હોસ્પિટલની ઇમારતમાં જ ભાડેથી રૂમની ફાળવણી...
05:47 PM Oct 24, 2024 IST | Vipul Sen
ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ શિક્ષણ વિભાગની કાર્યવાહી (Bharuch) ઝાડેશ્વર વિસ્તારમાં સાર્વજનિક હોસ્પિટલમાં ચાલતી હતી શબરીધામ સ્કૂલ! ટ્રસ્ટીઓએ રૂપિયા કમાવવા બિલ્ડિંગના કેટલાક રૂમ સ્કૂલ સંચાલકોને ભાડે આપ્યાનો ખુલાસો ભરૂચનાં (Bharuch) ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સાર્વજનિક હોસ્પિટલની ઇમારતમાં જ ભાડેથી રૂમની ફાળવણી...
  1. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ શિક્ષણ વિભાગની કાર્યવાહી (Bharuch)
  2. ઝાડેશ્વર વિસ્તારમાં સાર્વજનિક હોસ્પિટલમાં ચાલતી હતી શબરીધામ સ્કૂલ!
  3. ટ્રસ્ટીઓએ રૂપિયા કમાવવા બિલ્ડિંગના કેટલાક રૂમ સ્કૂલ સંચાલકોને ભાડે આપ્યાનો ખુલાસો

ભરૂચનાં (Bharuch) ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સાર્વજનિક હોસ્પિટલની ઇમારતમાં જ ભાડેથી રૂમની ફાળવણી કરી શાળા ચાલતી હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ શાળાને કોઈપણ પ્રકારની શૈક્ષણિક મંજૂરી નહીં હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. શાળાની તપાસમાં ફાયર સેફ્ટીનાં પૂરતા સાધનોનો અભાવ પણ જોવા મળ્યો હતો. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલની હવે ધારદાર અસર જોવા મળી છે. આ મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Surat : ઓરિસ્સાથી સુરત ટ્રેન મારફતે ગાંજો લાવતા, એક પાયલોટિંગ કરતો, 2 દંપતી ખેપ મારતા !

ભરૂચમાં હોસ્પિટલની ઈમારતમાં જ ચાલતી હતી શાળા!

ભરૂચનાં (Bharuch) ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી એટી શાહ આયુર્વેદિક હોસ્પિટલની (AT Shah Ayurvedic Hospital) બિલ્ડિંગમાં અમુક રૂમ ભાડે આપી કોઈ પણ શૈક્ષણિક મંજૂરી લીધા વિના શબરીધામ સ્કૂલ ચાલતી હોવાની માહિતી સામે આવી હતી. આ મામલે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. હોસ્પિટલનાં કેટલાક ટ્રસ્ટીઓએ રૂપિયા કમાવાની લાલચમાં સ્કૂલ ચલાવવા માટે સંચાલકને ભાડેથી હોસ્પિટલનાં અમુક રૂમની ફાળવણી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. નીચે હોસ્પિટલ અને ઉપર શાળા ચાલતી હતી. શાળામાં ફાયર સેફ્ટીનાં પૂરતા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. સાથે જ મંજૂરી વગર માત્ર ભાડા કરાર પર જ સ્કૂલ ધમધમતી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો - Somnath મંદિરમાં 3D-લાઈટ એન્ડ સાઉન્ડ શો આવતીકાલથી યાત્રિકો માટે શરૂ થશે

ભરૂચમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર

અત્યંત અવાવરું જગ્યામાં હોસ્પિટલ તથા સરકારી વન વિભાગની કચેરી વચ્ચે સ્કૂલ ચાલે છે. હોસ્પિટલનાં કેટલાક ટ્રસ્ટીઓએ રૂપિયા કમાવવાની લાલચમાં બિલ્ડિંગનાં કેટલાક રૂમ સ્કૂલ સંચાલકને ભાડેથી આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. સાથે જ ટ્રસ્ટીઓએ ભાડેથી આપેલી બિલ્ડિંગ અંગે ચેરિટીમાં પણ જાણ ના કરી હોવાનું સામે આવ્યું છે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોઈપણ જાતની મંજૂરી ના આપી હોવાની વિગત પણ સામે આવી હતી. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલ બાદ આખરે શિક્ષણ વિભાગની (Education Department) ટીમ દોડતી થઈ છે અને આ સ્કૂલ અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ‘દાના’ વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે

Tags :
AT Shah Ayurvedic HospitalBharuchBreaking News In GujaratiEducation-DepartmentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiShabridham schoolZadeshwar
Next Article