Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : મુમતાજ પટેલ અને ભૂષણ ભટ્ટ સામસામે! સો. મીડિયા પર જામ્યું વાક્યયુદ્ધ!

ભરૂચમાં (Bharuch) પૂરની સહાય અંગે મુમતાજ પટેલ-ભૂષણ ભટ્ટ સામસામે અવાજ ઉઠાવો પરંતુ, દિલ્હીનાં દરબારમાં બેઠાં ન રહોઃ ભૂષણ ભટ્ટ દિલ્હીમાં પરિવાર છે, દરબાર નથી ભૂષણજીઃ મુમતાજ પટેલ ભરૂચ જિલ્લામાં (Bharuch) આવેલ પૂરની સહાય મામલે મુમતાજ પટેલ (Mumtaj Patel) અને...
bharuch   મુમતાજ પટેલ અને ભૂષણ ભટ્ટ સામસામે  સો  મીડિયા પર જામ્યું વાક્યયુદ્ધ
Advertisement
  1. ભરૂચમાં (Bharuch) પૂરની સહાય અંગે મુમતાજ પટેલ-ભૂષણ ભટ્ટ સામસામે
  2. અવાજ ઉઠાવો પરંતુ, દિલ્હીનાં દરબારમાં બેઠાં ન રહોઃ ભૂષણ ભટ્ટ
  3. દિલ્હીમાં પરિવાર છે, દરબાર નથી ભૂષણજીઃ મુમતાજ પટેલ

ભરૂચ જિલ્લામાં (Bharuch) આવેલ પૂરની સહાય મામલે મુમતાજ પટેલ (Mumtaj Patel) અને ભૂષણ ભટ્ટ આમને-સામને આવ્યા છે. બંને વચ્ચે વાક્યયુદ્ધ જામ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મુમતાજ પટેલે કહ્યું કે, વિપક્ષ તરીકે અમે લોકોની અવાજ ઊઠાવતા રહીશું. ત્યારે ભૂષણ ભટ્ટે (Bhushan Bhatt) કહ્યું કે, અવાજ ઉઠાવો પરંતુ દિલ્હીનાં દરબારમાં બેઠા ન રહો.

ભરૂચમાં પૂરની સહાય મુદ્દે બંને નેતાઓ વચ્ચે વાક્યયુદ્ધ!

ભરૂચમાં (Bharuch) પૂરની સહાય બાબતે કોંગ્રેસ (Congress) નેતા મુમતાજ પટેલ અને ભાજપ (BJP) નેતા ભૂષણ ભટ્ટ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને બંને નેતાઓએ એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. મુમતાજ પટેલે એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે, જેમાં ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિ બાબતે તાત્કાલિક સરવે કરાવવાની માંગ કરાઈ છે. સાથે જ ખેડૂતો અને ઘરમાં નુકસાનીનું વળતર ચુકવવાની પણ માંગ કરાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court એ કહ્યું- ચીફ જસ્ટિસ પસાર થયા બાદ પોલીસકર્મીઓ પટ્ટા કાઢતા થઈ જાય છે..!

દિલ્હીનાં ઘરે બેસીને આ પત્ર લખ્યો તે દુઃખદાયક છે : ભૂષણ ભટ્ટે

આ પોસ્ટ બાદ ભાજપનાં નેતા ભૂષણ ભટ્ટે (Bhushan Bhatt) પોસ્ટ કરી મુમતાજ પટેલેને કહ્યું કે, 'મુમતાઝજી સરકાર કોઈ પણ પ્રકારની આફત હોય એમાં અગ્રેસર બનીને ઊભી હોય છે. સ્પષ્ટ નીતિ અને ચોક્કસ નિર્ણય સુધી પહોંચવું એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો ધ્યેય રહ્યો છે. મને આનંદ થયો આ પત્ર તમે લખ્યો ખુબ સારી વાત છે, ધ્યાન દોરવાનું, પરંતુ દિલ્હીનાં ઘરે બેસીને આ પત્ર લખ્યો તે દુઃખદાયક છે. જયારે આફત આવી ત્યારે સરકાર રાત-દિવસ જોયા વગર પ્રજાજનનાં સેવાકીય કાર્યમાં ઉતરી હતી અને આપ ક્યાં હતા?'

આ પણ વાંચો - ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરનો Nirlipt Rai ની ટીમે કર્યો પર્દાફાશ

અમે વિપક્ષ તરીકે કામ કરી રહ્યા છીએ : મુમતાજ પટેલ

મુમતાજ પટેલે (Mumtaj Patel) કહ્યું કે, અમે વિપક્ષ તરીકે કામ કરી રહ્યા છીએ. સરકાર તરીકે કામ કરવાની જવાબદારી તમારી છે. અમે દેશ-દુનિયાનાં કોઈ પણ ખુણેથી અવાજ ઊઠાવતા રહીશું. જવાબ સરકારે આપવાનો રહેશે. ત્યારે ભૂષણ ભટ્ટે કહ્યું કે, અવાજ ઉઠાવવો આપની જવાબદારી છે. પરંતુ, તમે પ્રવાસી બનીને નહીં પણ નિવાસી બનીને નિરીક્ષણ કરો. રાજકીય રીતે જીવંત રહેવાનું બતાવવા પ્રયાસ હોય એવું મને લાગે છે. ભૂષણ ભટ્ટે કહ્યું કે, કોંગ્રેસે રોજ સરકારને એક પત્ર લખે છે એવી પદ્ધતિ પાડી છે. પરંતુ, એમાં હવે મુમતાજ જોડાયા છે તે જોઈને મને નવાઈ લાગે છે. મુમતાજ પટેલે કહ્યું કે, ભૂષણજી, દિલ્હીમાં પરિવાર છે, દરબાર નથી...

આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં 'Hit and Run' કેસમાં 'ગુમ' મિલાપ શાહ સ્વિફ્ટ કારમાંથી ઝડપાયો

Tags :
Advertisement

.

×