Bharuch મહિલાઓ માટે નથી રહ્યું સુરક્ષિત! 10 વર્ષની બાળકી બાદ હવે 70 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ
Bharuch: 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે 70 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. એટલું જ નહીં પરંતુ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરે નવું વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.
Advertisement
- ક્યાં છે સુરક્ષિત ગુજરાત? મહિલાની સુરક્ષા કોણ કરશે?
- અમોલ તાલુકામાં 70 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની
- દાંડિયા બજાર વિસ્તારમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃતિઓની ઘટના બની
- 16 વર્ષીય કિશોર સામે ભરૂચ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી
Bharuch: ભરૂચમાં આ શુ થવા જઈ રહ્યું છે. એક બાદ એક કંલક લાગી રહ્યાં છે! 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે 70 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. એટલું જ નહીં પરંતુ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરે નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. શું આ છે આપણું સુરક્ષિત ગુજરાત? ગુજરાતમાં મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહીં છે. અત્યારે છાસવારે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહીં છે. આ મામલે કોણ જવાબદાર છે?

