Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલીના થતા વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન

Bharuch: આચાર્ય અને શિક્ષકોની બદલી કરવામાં આવતા આ શાળાના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ અને શિક્ષકને પરત લાવવાની માંગ સાથે શિક્ષણ છોડીને આંદોલનનું રણશિંગુ ફૂંકતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
bharuch  શાળાના આચાર્ય શિક્ષકોની તાત્કાલિક બદલીના થતા વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન
Advertisement
  1. વિધાર્થીઓ વિરોધ-પ્રદર્શન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો
  2. આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
  3. પ્રિન્સિપાલ અને શિક્ષકને પરત લાવવાની માંગ કર્યું આંદોલન

Bharuch: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આદર્શ નિવાસી શાળા આવેલી છે, જ્યાં આચાર્ય અને શિક્ષકોની બદલી કરવામાં આવતા આ શાળાના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ અને શિક્ષકને પરત લાવવાની માંગ સાથે શિક્ષણ છોડીને આંદોલનનું રણશિંગુ ફૂંકતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે કાર્યરત આદર્શ નિવાસી શાળાના આચાર્ય હેમંતકુમાર વસાવા અને સહાયક શિક્ષક હિમાંશુ જોષી-ગીતાબેન વાઘેલાના વચ્ચે લાંબા સમયથી આંતરીક તકરાર ચાલતો હતો.

આ પણ વાંચો: Nadiad સંતરામ મંદિરમાં 194મો સમાધિ મહોત્સવ ઉજવાયો, ભાવિ ભક્તોનો મહેરામણ ઉમટ્યું

Advertisement

આચાર્ય-શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો

આ બાબતે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર ભરૂચ અવરનવર સમાધાન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતાં. પરંતુ આચાર્ય-શિક્ષકો વચ્ચે સમાધાનના બદલે વિવાદ વધુ વકર્યો હતો. આચાર્ય-શિક્ષકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કર્યાનું જાણવા મળ્યું હતું. તેવા સંજોગોમાં આદિજાતિ કમિશનરે આચાર્ય હેમંતકુમાર વસાવાને આદર્શ નિવાસી શાળા ઝાલોદ જી.પંચમહાલ, સહાયક શિક્ષક હિમાંશુ જોષીને આદર્શ નિવાસી શાળા કુકરમુંડા જી.તાપી અને ગીતાબેન વાઘેલાને આદર્શ નિવાસી શાળા ઉકાઇ જી.તાપી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ભાનુબેન બાબરીયાએ પરિવાર સાથે Mahakumbh માં લગાવી આસ્થાની ડૂબકી

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો

આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોની બદલી થતાં નેત્રંગ ગામમાં રેલી યોજી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા. નેત્રંગ પોલીસતંત્રને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી મામલો શાંત પાડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની બદલીથી વિધાર્થીઓ શા માટે વિરોધ-પ્રદર્શન કર્યું છે ? શિક્ષકોનો આંતરિક વિવાદમાં વિધાર્થીઓને કોણે આગળ ધર્યા તે બાબતે તપાસ થવી જરૂરી છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×