Bharuch : બનેવી બન્યો હેવાન, સગીરાને અડપલાં કરીને ધમકી આપી
- શારીરિક અડપલા, પોકસો, જાનથી મારી નાખવા તથા સાયબરની આઈટી એકટ હેઠળ ગુનો દાખલ
- પીડિતા સગીરા હતી, ત્યારથી જ તેણીની કુચેષ્ઠાઓનો ભોગ બની હતી
- પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી
Bharuch : ભરૂચના (Bharuch) પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારમાં સગા બનેવીએ જ સગીર સાળીને ઈકોમાં વારંવાર લઈ જઈ બળજબરી પૂર્વક ગંભીર પ્રકારના અડપલા કર્યા હતા, અને બાદમાં પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપીને, અપશબ્દો લખતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે આરોપીને ત્વરિત ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્રાસ્ત પીડિતાએ પરિવારને જાણ કરી
ભરૂચ સી.ડીવીઝન પોલીસ મથકમાં (C Division Police Station - Bharuch) ભોગ બનનાર ફરીયાદીએ ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે, તેણીના સગા બનેવી ઈકોમાં છેલ્લા ઘણાં સમયથી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ગાડીમાં જ ગંભીર પ્રકારના શારીરિક અડપલા તેમજ બળજબરી પૂર્વક કરવાની કોશીશ કરી હતી, તેમજ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ, અને ઈન્સ્ટાગ્રામ ઉપર ગાળો લખીને ધમકીઓ આપી હતી. આખરે સગીરાએ બનેવીથી ત્રાસી સંપૂર્ણ ઘટના પોતાના પરિવારને કરતાં સગી સાળીએ આખરે લંપટ બનેવી સામે ગંભીર પ્રકારના શારીરિક અડપલા કરવા, ગાળો ભાંડવી, પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મામલે પોકસો તથા સાયબર એકટની કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
પીડિતામાં અસુરક્ષિતતાની લાગણી
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ફરીયાદી સગીર વયની હતી, ત્યારથી જ બનેવીએ વારંવાર સાળી ઉપર દાનત બગાડી બળજબરી કરી હોવાના કારણે પોકસોની કલમો લાગી છે, હાલમાં ભોગ બનનાર 18 વર્ષ અને 9 મહિનાની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હવે ઘરમાં પણ સગીરાઓ સુરક્ષિત ન હોવાનો અનુભવ કરી રહ્યા છે.
અહેવાલ - દિનેશ મકવાણા
આ પણ વાંચો ----- Bharuch : કોન્ટ્રાકટર જોડે મોટો સાયબર ફ્રોડ, રૂ.1.09 કરોડ ગુમાવ્યા


