Bhavnagar: વરલી મટકાનું ડિજિટલ સ્વરૂપ! ઓનલાઇન જુગારનો ભાંડો ફૂટ્યો, 12 આરોપીઓ ઝડપાયા ,3 ફરાર
- ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
- ઓનલાઇન હારજીતના જુગાર ચલાવતા 12ને ઝડપ્યા
- આડોડિયા વાસ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી
- ગ્રાહકો પાસેથી રૂ.11થી રૂ. 55 સુધીના બેટ સ્વીકારતા
- દર 5 મિનિટે વિજેતા યંત્ર જાહેર કરી નવ ગણી રકમ આપતા
- વરલી મટકા જેવી પદ્ધતિથી ટેક્નિકલ જુગાર ચલાવતા હતા
- પોલીસે કુલ 12 આરોપીઓ ઝડપ્યા, 3 આરોપીઓ ફરાર
- રૂ.23,600, LED સ્ક્રીન સહિત 1,92,600નો મુદ્દામાલ કબ્જે કર્યો
Bhavnagar: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે(LCB) આડોડિયા વાસ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી ઓનલાઇન હાર-જીતના ટેક્નિકલ જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ૩ આરોપીઓ ફરાર થયા છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
આ અડ્ડો દુકાનોમાં ગોઠવાયેલા કમ્પ્યુટર અને LED સ્ક્રીન દ્વારા ચલાવવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી રૂ.11 થી રૂ. 55 સુધીના નાના બેટ સ્વીકારવામાં આવતા હતા. દર પાંચ મિનિટે "વિજેતા યંત્ર" જાહેર કરી વિજેતાને નવ ગણી રકમ ચૂકવવામાં આવતી હતી. આ પદ્ધતિ વરલી મટકા જેવી જ હોવાથી તેને ટેક્નિકલ મટકા તરીકે ઓળખવામાં આવે છે.
કુલ રૂ. 1,92,600 નો મુદામાલ જપ્ત
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા 12 આરોપીઓ પાસેથી રોકડ રૂ. 23,600, LED સ્ક્રીન, કમ્પ્યુટર સિસ્ટમ, કાર્ડ સ્કેનર, પ્રિન્ટર, ચાંદી જેવા ધાતુના 13સિક્કા, ૩ Wi-Fi રાઉટર અને 12 મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 1,92,600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ કાર્યવાહી બાદ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: Gandhinagar: સશસ્ત્ર સેના ધ્વજ દિવસે CM Bhupendra patel એ વીર જવાનોના પરિવારો માટે ફાળો અર્પણ કર્યો


