Bhavnagar : જયરાજ આહીરના કેસમાં આવ્યો નવો વળાંક, એક એવો વીડિયો વાયરલ થયો કે ખુલી ગઈ પોલ
- Bhavnagar : બગદાણાના સેવક નવનીતને માર મારવાનો મામલો
- સોશિયલ મિડીયા પર એક વીડિયો થયો વાયરલ
- નવનીતને માર મારનાર શખ્સોનો જયરાજ આહીર સાથે વીડિયો
- આરોપી નાજુ અને રાજુ ભમ્મર દેખાતા હોવાનો દાવો
- બંને આરોપીનો જયરાજ આહીર સાથેનો વીડિયો વાયરલ
- વીડિયો કયા સમયનો છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નહીં
- વીડિયોના આધારે કોળી સમાજના આગેવાનો કરશે રજૂઆત
- ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું
Bhavnagar : ભાવનગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા ગુરુ આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં પ્રતિદિવસ અવનવા અપડેટ સામે આવી રહ્યાં છે. તો રાજકારણ પણ તેજ થઈ રહ્યો છે. આ કેસમાં પોલીસે સેવક નવનીતને માર મારનારા આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ બધા હોબાળા વચ્ચે એક એવો વીડિયો વાયરલ થો છે , જેને અનેક પ્રશ્નોના જવાબ આપ્યા છે, તો કેટલાક પ્રશ્નો ઉભા કરી દીધા છે. આ વાયરલ વીડિયોએ એક વાત ઉપરથી પડદો ઉઠાવી લીધો છે કે, જયરાજ આહિર નવનીતને માર મારનારા આરોપીઓને સારી રીતે ઓળખે છે. કેમ કે માર માનરાઓમાંથી બે લોકો સાથેનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Bhavnagar : વાયરલ વીડિયોએ સંબંધોને પાડ્યા ખુલ્લા
જોકે, આ વીડિયો કેટલો જૂનો છે, તેના વિશે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી શકી નથી. આ વાયરલ વીડિયોમાં આરોપી નાજુ-રાજુ સાથે જયરાજ આહિર નજરે પડી રહ્યાં છે. તેથી આરોપીઓ સાથે ક્યાંકને ક્યાંક જયરાજ આહિર સાથે સંકળાયેલા છે. પરંતુ તેનાથી તે નક્કી થઈ જતું નથી કે, આ હુમલો જયરાજ આહિરે જ નવનીત ઉપર કરાવ્યો છે. તે એક પોલીસ તપાસનો વિષય છે અને આ બાબતે પોલીસ તપાસ પણ કરી રહી છે. આ વીડિયોના આધારે પોલીસ પોતાની તપાસની દિશામાં પણ ફેરફાર કરી શકે છે. તો જણાવી દઈએ કે, આ વીડિયો સામે આવતા કોળી સમાજમાં એક વખત ફરીથી રોષ જોવા મળી રહ્યો છે.
નવનીતભાઈ હુમલા કેસમાં વાયરલ વીડિયોથી અનેક સવાલ ઉઠયા! | Gujarat First
બગદાણાના સેવક નવનીતને માર મારવાનો મામલો
સોશિયલ મિડીયા પર એક વીડિયો થયો વાયરલ
નવનીતને માર મારનાર શખ્સોનો જયરાજ આહિર સાથે વીડિયો હોવાનો દાવો
આરોપી નાજુ કમાળિયા અને રાજુ ભમ્મરનો વીડિયો વાયરલ
બંને આરોપીનો જયરાજ… pic.twitter.com/KsSMoMb7z8— Gujarat First (@GujaratFirst) January 2, 2026
માયાભાઈના એક નિવેદન પછી થઈ બધી બબાલ
જણાવી દઈએ કે, ઘટનાની શરૂઆત માયાભાઈ આહીરના એક કાર્યક્રમમાં બગદાણા આશ્રમ વિશેના નિવેદનથી થઈ હતી. માયાભાઈએ કોઈને મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા બાદ નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને સુધારો કરાવ્યો હતો. માયાભાઈએ માફી માંગતો વીડિયો પણ જાહેર કર્યો. ત્યાર બાદ જયરાજ આહીરનો નવનીતને ફોન આવ્યો અને થોડા સમય પછી રાત્રે અજાણ્યા શખ્સોએ પાઈપ અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલાનો આરોપ કોળી સમાજ જયરાજ આહીર ઉપર નાંખી રહ્યાં છે, તો બીજી તરફ જયરાજ દ્વારા તેમના આરોપોને ફગાવી દેવામાં આવી રહ્યાં છે.
કોળી સમાજ લડી લેવાના મૂડમાં
સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, આ વીડિયોના આધારે કોળી સમાજના આગેવાનો રજૂઆત કરવાના મૂડમાં છે. રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ પીડિત નવનીતની મુલાકાત લીધી અને પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમની રજૂઆત બાદ બગદાણા પોલીસ સ્ટેશનના PI ડી.વી. ડાંગરને તાત્કાલિક બદલી કરી દેવામાં આવ્યા છે.
આઠ આરોપીઓમાંથી બે જયરાજ સાથે વીડિયોમાં
પોલીસે મુખ્ય આરોપી નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતું ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર અને વીરુ સેરડા સહિત 8 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે. DySP રીમાબા ઝાલાએ જણાવ્યું કે, હુમલાની તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે અને કોળી સમાજના આગેવાનો તટસ્થ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વાયરલ વીડિયોને લઈને અનેક આશંકાઓ ઉભી થઈ છે. તપાસ પૂરી થયા બાદ જ સંપૂર્ણ સત્ય સામે આવશે.
આ પણ વાંચો- Gandhinagar : ગુજરાત સરકારનો મહત્વનો પ્રશાસનિક ફેરબદલ; ત્રણ IAS અધિકારીઓને અપાયા વધારાના ચાર્જ


