Bhavnagar : વીજ વિભાગની જીપે અકસ્માત સર્જ્યો, બે યુવકોનાં કમકમાટીભર્યાં મોત
તળાજા નજીક વીજ વિભાગની જીપે સર્જ્યો અકસ્માત (Bhavnagar) અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં થયા મોત જીપમાં તપાસ કરતા મળી આવી દારૂની બોટલ ભાવનગર-તળાજા હાઈવે (Bhavnagar-Talaja highway) પર વીજ વિભાગની જીપે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં...
Advertisement
- તળાજા નજીક વીજ વિભાગની જીપે સર્જ્યો અકસ્માત (Bhavnagar)
- અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં થયા મોત
- જીપમાં તપાસ કરતા મળી આવી દારૂની બોટલ
ભાવનગર-તળાજા હાઈવે (Bhavnagar-Talaja highway) પર વીજ વિભાગની જીપે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં રાજપરાનાં બે યુવાનોનાં મોત નીપજ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે વીજ વિભાગની (Power Department) જીપની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. 'વિજિલન્સ સ્કવૉડ' લખેલી જીપમાંથી દારૂની બોટલ મળી આવતા અનેક સવાલ થઈ રહ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

