Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : અકવાડા ગામમાં આર્મી જવાનના પરિવાર પર હુમલો, જવાને લદાખથી વીડિયો બનાવીને માંગ્યો ન્યાય

Bhavnagar જિલ્લાના અકવાડા ગામમાં આર્મી જવાનના પરિવાર પર નશામાં રહેલા કેટલાક યુવાનો દ્વારા હુમલો કરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના પછી જવાને વીડિયો વાયરલ કરીને મદદ માંગવી પડી છે. જવાને પોલીસની કામગીરી ઉપર પ્રશ્ન ઉઠાવતા તેણે ઉચ્ચ અધિકારીઓ પાસે પોતાના પરિવારને મદદ કરવાની માંગણી કરી છે. આર્મી જવાનનો વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
bhavnagar   અકવાડા ગામમાં આર્મી જવાનના પરિવાર પર હુમલો  જવાને લદાખથી વીડિયો બનાવીને માંગ્યો ન્યાય
Advertisement
  • Bhavnagar : અકવાડા ગામમાં આર્મી જવાનના પરિવાર પર હુમલો, જવાને લદાખથી વીડિયો બનાવીને માંગ્યો ન્યાય
  • ભાવનગર શહેરના અકવાડા ગામે થોડા દિવસ પહેલા આર્મી જવાનના પરિવારજનો પર હુમલો કરાયાની ઘટના બની
  • ભારતીય સેનામાં ફરજ બજાવતા આર્મી જવાનએ લદાખથી વિડિયો વાયરલ કરી ન્યાયની માંગ કરી હતી
  • અકવાડા ગામે રહેતા વિશાલ રાઠોડ અને તેના ભાઈ ભારતીય સેનામાં લદાખ ખાતે ફરજ પર છે
  • જ્યારે બંને પક્ષે સમા સમી ફરિયાદ કરવામાં આવેલ છે

Bhavnagar : ભાવનગર જિલ્લાના અકવાડા ગામમાં થોડા દિવસ પહેલા ભારતીય આર્મીમાં લદાખમાં તૈનાત જવાન વિશાલ રાઠોડ અને તેમના ભાઈના પરિવાર પર કેટલાક નશામાં રહેલા યુવાનોએ હુમલો કરીને તેમના સાથે મારામારી કરી છે. આ હુમલા પછી લદાખમાં રહેલા જવાને વીડિયો બનાવીને ઉચ્ચ અધિકારીઓ પાસે મદદ માંગી છે. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે આરોપી વિશ્વદીપસિંહને ધરપકડ કરી છે. આ ઘટના ગામમાં તણાવ ફેલાવ્યો છે. આર્મીમાં ફરજ બજાવતા વિશાલ નામના જવાને લદાખથી વીડિયો શેર કરીને પોલીસ પર આરોપો લગાવ્યા છે. જેમાં તેમણે ઉચ્ચ અધિકારીઓને કડક કાર્યવાહીની માંગ કરી છે. બંને પક્ષોમાંથી સમા-સમી ફરિયાદ નોંધાઈ છે. આ અંગે તપાસ ચાલી રહી છે.

Tags :
Advertisement

.

×